SURAT

સુરત મનપાની આવાસ યોજના: વધુ 14 હજાર આવાસ બનાવવાની તૈયારી

સુરત: (Surat) સુરત શહેરમાં મહાપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ઇડબ્લ્યૂએસ અને મુખ્યમંત્રી-પ્રધાનમંત્રી આવાસ યોજના (Mukhyamantri-Pradhan Mantri Awas Yojana) હેઠળ 1 લાખ જેટલાં આવાસો બનાવાયાં છે. દેશના તમામ પરિવારોને ઘરના ઘરનું સપનું સાકાર કરવા માટે મોદી વડાપ્રધાન બન્યા બાદ જે શરૂ થયેલી ‘હાઉસ ફોર ઓલ’ (House for All) યોજના હેઠળ આ સુરત મનપા મોટા પાયે એફોડેબલ આવાસો બનાવી રહી છે. જે અંતર્ગત વધુ 1400 આવાસની યોજનાઓ તૈયાર હોવાનું સ્લમ ઇમ્પ્રૂવમેન્ટ સમિતિના ચેરમેન દિનેશ રાજપુરોહિતે જણાવ્યું હતું.

  • વડાપ્રધાનની ‘હાઉસ ફોર ઓલ’ યોજના હેઠળ ઘરના ઘરનું સપનું પૂરું પાડવામાં સુરત મનપા દેશભરમાં અવ્વલ
  • વધુ 1400 આવાસની યોજનાઓ તૈયાર હોવાનું સ્લમ ઇમ્પ્રૂવમેન્ટ સમિતિના ચેરમેન દિનેશ રાજપુરોહિતે જણાવ્યું

દિનેશ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ઉમદા સપનાને સાકાર કરવા તરફ સુરત મનપા ઝડપથી આગળ વધી રહી છે. સુરત મનપા આ યોજનાની અમલવારીમાં દેશમાં અવ્વલ રહી છે. તેમજ મનપાની આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટે લોકો પડાપડી કરી છે. કેમ કે, આ યોજનામાં તદ્દન પારદર્શી રીતે ડ્રો કરીને આવાસો ફાળવાય છે. સુરત શહેરમાં હાલમાં કુલ વસતીની સામે માત્ર 5 ટકા જ વસતી સ્લમની છે. ત્યારે મનપા દ્વારા વિવિધ યોજના હેઠળ વધુ 14,803 આવાસ બનાવાશે. મનપા દ્વારા દર વર્ષે જુદાં જુદાં લોકેશન ઉપર આવાસો બનાવી ડ્રો સિસ્ટમથી ફાળવણી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા 11 સાઈટ ઉપર 5994 આવાસ માટેનાં ફોર્મની હાલમાં ચકાસણી કરવામાં આવી રહી છે. અને વધુ 14,000 જેટલાં આવાસોની તૈયારી પણ કરવામાં આવી રહી છે. જે નવા ડીપીઆરનાં 15 લોકેશન ઉપર સાકાર થશે તેમ જાણવામાં આવ્યું છે.

Most Popular

To Top