Surat Main

મોટા વરાછામાં મનપાના એસએસઆઇ અને હેલ્થ વર્કર દારૂની મહેફીલ માણતા પકડાયા

સુરત: (Surat) સુરત મનપાની (Corporation) વોર્ડ ઓફીસ, દબાણ ડેપો વગેરે જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓ દારૂની (Alcohol) મહેફીલ માણતા પકડાવાની ઘટનાઓ અવાર નવાર બને છે ત્યારે રવિવારે ફરી એકવાર મોટાવરાછા વોર્ડ ઓફિસ (Ward Office) પાસેથી એક સેનેટરી સબ ઇન્સ્પેકટર અને એક હેલ્થ વર્કર પીધેલી હાલતમાં હોવાનું જણાતા આમ આદમી પાર્ટના કાર્યકરોએ પોલીસ બોલાવી પકડાવી દીધા હતા. આ બન્ને કર્મચારીઓએ રવિવારની રજા હોવાથી વોર્ડ ઓફીસમાં સ્ટાફ ઓછો હોય વોર્ડ ઓફીસમાં જ મહેફીલ માણી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહયો છે.

  • મોટા વરાછામાં મનપાના એસએસઆઇ અને હેલ્થ વર્કર દારૂ પીધેલા પકડાયા
  • રવિવારે વોર્ડ ઓફીસમાં જ મહેફીલ માણી બહાર નિકળ્યા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસ બોલાવી પકડાવી દીધા

વિસ્તૃત વિગતો મુજબ મોટાવરાછા એબીસી સર્કલ ખાતે આવેલીમહાનગર પાલિકાની વોર્ડ નં 2ની વોર્ડ ઓફીસ આમ આદમી પાર્ટીના વોર્ડ નં 2ના પ્રમુખ ભરતભાઇ અને સંગઠન મંત્રી ધનશ્યામ નાવડિયા તેમજ રોહિત સુતરીયાને માહીતી મળતા ત્યા ગયા હતા ત્યારે ઓફિસની બહાર જ પ્રાયમરી હેલ્થ વર્કર ઉમેશ પટેલ અને સેનેટરી સબ ઇન્સપેકટર દિનેશ ગુર્જર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેથી આપના કાર્યકરોએ તત્કાલ 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે બંને ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લખનીય છે કે અગાઉ રાંદેર દબાણ ડેપોમાં તેમજ ઉધના દબાણ ડેપોમાં પણ આવી રીતે મનપાના કર્મચારીઓ દારૂની મહેફીલ માણતા હોવાના વીડીયો વાયરલ થયા હતા. મનપા કમિશનરે જણાવ્યુ હતું કે આ કેસમાં પણ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top