SURAT

એકાંતમાં વાત કરવાના બહાને સુરતની યુવતીને કપલ બોક્સમાં લઈ જઈ મુસ્લિમ યુવકે પોત પ્રકાશ્યું

સુરત: (Surat) વેસુ ખાતે રહેતી અને અઠવાલાઈન્સની કોલેજમાં (College) અભ્યાસ કરતી યુવતીને (Girl) તેની સાથે અભ્યાસ કરતા વિધર્મી યુવકે પ્રેમજાળમાં (Love Trapped) ફસાવી વેસુ ખાતે આવેલા કપલ બોક્સમાં (Couple Box) લઈ જઈ દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. યુવતીએ પરિવારમાં જાણ કરતા મામલો ઉમરા પોલીસ મથકે પહોંચતા પોલીસે યુવકને પકડી દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે રહેતી 19 વર્ષીય રાગિની (નામ બદલ્યું છે) અઠવાલાઈન્સ ખાતે આવેલી કોલેજમાં કોમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની સાથે કોલેજમાં બાદશાહ સુફીયાન મોહમદ ફતેહ (રહે. રાણી તળાવ, ખાટકીવાડ, લાલગેટ) પણ અભ્યાસ કરે છે. કોલેજમાં બંને વચ્ચે મિત્રતા થતા મોબાઈલ ફોન પર વાતો કરતા હતા. બાદમાં બંને ફરવા બહાર જતા હતા. બાદશાહે નવેમ્બર 2021 માં રાગિનીને મળવા માટે વેસુ સફળ સ્ક્વેરમાં આવેલા યુએન્ડમી નામના કાફેમાં બોલાવી હતી. રાગિનીએ કાફેમાં જવાની ના પાડતા બાદશાહે અંદર શાંતિથી બેસી શકીએ તેમ કહીને અંદર લઈ ગયો હતો. અને કપલ બોક્સમાં તેની સાથે ફોટો પાડ્યા હતા. બાદમાં થોડા દિવસ પછી પરત ત્યાં લઈ ગયો હતો અને તેની સાથે જબરજસ્તી શારીરિક સબંધ બાંધી તેણીની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં બાદશાહ ફોટાઓના આધારે અવારનવાર બ્લેકમેઇલ કરી કાફેમાં મળવા બોલાવી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો.

યુવતીના ઘરની બહાર આંટા ફેરા મારી બહાર નીકળે એટલે પીછો કરતો
અઠવાડિયા પહેલા રાગિનીના ઘરમાં બાદશાહ સાથેના સંબંધોની જાણ થઈ હતી. બાદશાહ સાથેના સંબંધો કાપી નાખવા સૂચના આપી હતી. જેથી બાદશાહે જો તે સંબંધ નહી રાખે તો ફોટો કોલેજના ગ્રુપમાં વાયરલ કરવાની તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાગિનીના ઘરની બહાર આંટા ફેરા મારતો અને ઘર બહાર નીકળે એટલે પીછો કરતો હતો. અંતે કંટાળીને રાગિનીએ પરિવારમાં જાણ કરતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપીને રાગિનીના મોબાઈલ પર મેસેજથી વાત કરીને મળવા બોલાવી દબોચી લીધો હતો.

Most Popular

To Top