સુરત: સુરત (Surat) કતારગામમાં બ્લુ સિટી બસ (City Bus) ફરી કાળમુખી બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બસ માંથી ઉતરતા યુવકને જ સિટી બસ ના ચાલકે કચડી (Accident) નાખતા કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. યુવાન બસમાંથી ઉતરવા જતા બસના ચાલકે બસ ચાલુ વક્રી હંકારી લેતા ઘટના બની હોવાનું કહેવાય રહ્યું છે. બસમાંથી પટકાયેલા યુવકના માથા પરથી બસના ટોન્ટિંગ પૈડાં ફરી વળતા લોકોની ચીચયાળી ઓ નીકળી પડી હતી. ઘટના બાદ પોલીસે તાત્કાલિક દોડી આવી બસ ચાલક ની અટકાયત કરો આગળની તપાસ હાથ ધરી છે.
કતારગામ દરવાજા નજીક સિટી બસ માંથી ઉતરતી વખતે બસના ટોન્ટિંગ વહીલમાં કચડાય ગયેલા યુવકની ઘટનાના CCTV સામે આવતા રુવાટા ઉભા થઇ ગયા હતા. એટલું જ નહીં પણ યુવક ચાલુ બસે ઉતરવા જતા અકસ્માતે રોડ પર પડી ગયા બાદ બસના વહીલમાં આવી ગયો હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે. કતારગામ પોલીસે હાલ CCTV ના આધારે તપાસ હાથ ધરી છે.
કતારગામ પોલીસે જણાવ્યું હતું કે સિટી બસ નીચે કચડાય ગયેલા યુવકનું નામ સુખરાતી ખાન શુકરખાન ઉસમાની (ઉ.વ. 32) વેડરોડ સરદાર હોસ્પિટલ પાસે વિશ્રામનગરનો રહેવાસી હતો. હીરામાં કામ કરતો યુવક કારખાને થી ઘરે પરત ફરતા કાળ નો કોળિયો બન્યો હતો. પરિવારમાં પત્ની અને બાળકો હોવાનું હાલ તપાસમાં આવ્યું છે.