SURAT

સુરત શહેર અને જિલ્લામાં નકલી ઘીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ તપાસની માંગ

સાયણ: (Sayan) સુરત શહેર અને જિલ્લામાં નકલી ઘીના (Ghee) ઉત્પાદકો તથા તેના તેના વેપાર સાથે જોડાયેલા ઇસમોની તપાસ કરી જવાબદાર જણાય તેમની સામે કાર્યવાહી કરવા દર્શન નાયકે (Darshan Nayak) કલેક્ટર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રજૂઆત કરી હતી. તા.૨૫/૧૦/૨૦૨૩ ને બુધવારના રોજ સુરત જિલ્લાનાં ઓલપાડના માસમા ગામ ખાતે જી.આઈ.ડી.સી.માં આવેલા હની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના શ્રી વીર મિલ્ક પ્રોડક્ટનાં ગોડાઉનમાંથી આશરે ૮૦૦૦ કિલો શંકાસ્પદ ઘીનો મુદ્દામાલ ઝડપાયેલો હોવાની માહિતી મળી હતી.

  • સુરત શહેર અને જિલ્લામાં નકલી ઘીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ તપાસ કરો
  • નકલી ઘી તથા દૂધના માવા બનાવી તેનો વેપાર કરવાનું માનવતા વિરુદ્ધનું કૃત્ય કરાય છે: દર્શન નાયક

આ પહેલાં પણ સુરત શહેર અને જિલ્લાના અનેક વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ શંકાસ્પદ ઘીનો મુદ્દામાલ ઝડપી પાડવાની કામગીરી કરનાર તમામ વિભાગ તથા કર્મર્ચારીઓ અભિનંદનને પાત્ર છે. પરંતુ માનવતાને શરમાવે એવી પ્રવૃત્તિનાં મૂળ સુધી જઇ તેની સાથે સંકરાયેલા તમામ જવાબદારોની તપાસ કરી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

ખાસ કરીને “ચંદની પડવો” જેવા તહેવારમાં મોટા પ્રમાણમાં “ઘી”નો ઉપયોગ ઘારી બનાવવામાં થાય છે. ત્યારે માસમા ગામે મુદ્દામાલ ઝડપાયો તે અગાઉ તેમના દ્વારા નકલી ઘી કોને કોને વેચાયું? નકલી ઘી બનાવવામાં કયાં કયાં મટિરિયલનો ઉપયોગ કરાતો હતો? તથા આ મટિરિયલ કોના દ્વારા પૂરું પાડવામાં આવતું હતું. નકલી ઘીનું ઉત્પાદન કેટલા સમયથી કરવામાં આવી રહ્યું હતું? નકલી ઘી કોણ કોણ અને કયા કયા વેપારીઓ દ્વારા ખરીદવામાં આવતું હતું? નકલી ઘીનો ઉપયોગ કયા કયા કરવામાં આવતો હતો? નકલી ઘીનો ઉપયોગ ઘારી બનાવવામાં કરવામાં આવ્યો છે કે કેમ? ડુપ્લિકેટ ઘીનું ઉત્પાદન કરનાર ફેક્ટરીના માલિકો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી લાઇસન્સ લેવામાં આવ્યું હતું કે કેમ? જેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે. ત્યારે લોકહિતમાં દાખલો બેસે એવી કાર્યવાહી કરવી જોઈએ.

Most Popular

To Top