SURAT

સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની ડિઝાઈન ફરી ઘોંચમા, લોકોના મંતવ્ય બાદ કરાશે નિર્ણય

સુરત: (Surat) સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના (Surat Airport Terminal Building) નવા એલિવશન રિવાઇઝ પ્લાનને બદલે ઓરીજનલ મંજુર ડિઝાઇન (Design) વાળુ રાખવા માંગ ઊઠી છે. રાંદેરના જૈન ઉપાશ્રયની મિલકતની ડિઝાઈન કોપી કરવાથી મેન્ટેનન્સ વધશે અને કબૂતરો અડિંગો જમાવશે તો મુશ્કેલી ઉભી થશે. એવી ભીતિ સુરતના નાગરિકોના મોટા ડિજિટલ સંગઠન પૈકીના એક વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. ગ્રુપ દ્વારા વિસ્તરણ થઈ રહેલા ટર્મિનલ બિલ્ડીંગના એલિવેશનની ઓરીજનલ મંજુર ડિઝાઇન અને રિવાઇઝ ડિઝાઇનના બે ફોટો મૂકી ઓનલાઇન જનમત સંગ્રહ લેવામાં આવી રહ્યો છે. જેમાં ઘણા સભ્યોનો મત એવો છે કે ખાંચા ખૂંચી વાળી એલિવેશનની ડિઝાઇનથી કબુતરોનો કાયમી વસવાટ થઈ શકે છે. જો એમ થાય તો બર્ડ હિટની સમસ્યામાં વધારો થશે.

  • સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના નવા એલિવશન રિવાઇઝને બદલે ઓરીજનલ મંજુર ડિઝાઇનવાળું રાખવા માંગ
  • રાંદેરના જૈન ઉપાશ્રયની મિલકતની ડિઝાઈન કોપી કરવાથી મેન્ટેનન્સ વધશે અને કબૂતરો અડિંગો જમાવશે તો મુશ્કેલી ઉભી થશે
  • ટર્મિનલ બિલ્ડીંગના એલિવેશનની ઓરીજનલ મંજુર ડિઝાઇન અને રિવાઇઝ ડિઝાઇનના બે ફોટો મૂકી ઓનલાઇન જનમત સંગ્રહ લેવામાં આવી રહ્યો છે

સંજય જૈને જણાવ્યું હતું કે, ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ’ દ્વારા સુરત એરપોર્ટના નવા બની રહેલા ટર્મિનલ બિલ્ડીંગના એલિવેશન માટે એક ઓનલાઈન સર્વે અને ઓનલાઇન વોટ આપવા સુરતની જનતાને અપીલ કરવામાં આવી છે. જેમાં 2019નું એલિવેશન કે હાલ રિવાઇઝ કરવામાં આવેલું એલિવેશન એમ બે પૈકી એકની ડિઝાઇન મંજુર રાખવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના પરિણામના નિષ્કર્ષ એરપોર્ટ ઓથોરિટીને મોકલી સુરતના નાગરિકોની વાત પહોંચાડવામાં આવશે.

વિરોધનો સૂર ઉઠવા છતાં બહાર પડી રહેલુ 30 કરોડનું બીજુ ટેન્ડર અયોગ્ય
નવા અલિવેશન સામે વિરોધનો સૂર ઉઠવા છતાં 30 કરોડનું બીજુ ટેન્ડર બહાર પડી રહ્યુ છે. જે અયોગ્ય છે. આ ખર્ચ બીજા વિકાસના કામ પર થાય એવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. નવું એલિવેશન કબૂતરનો વસવાટ તેમજ મેન્ટેનન્સની દ્રષ્ટિએ પણ મોઘું પડે એમ છે. જૈને જણાવ્યું હતું કે, સુરતના નાગરિકોના વોટિંગનું રીઝલ્ટ એવિએશન મંત્રાલયને મોકલવામાં આવશે અને તેની ઉપર યોગ્ય નિર્ણય લેવાય તેવી વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ માંગણી કરશે.

Most Popular

To Top