સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેરમાં નવા કોરોના સ્ટ્રેઈન વાયરસને (Virus) કારણે સંક્રમણ (Transition) ઝડપથી વધ્યું છે. અને ગંભીર દર્દીઓ પ્રમાણમાં વધારો નોંધાયો હતો. શહેરના જુદા જુદા ઝોનમાં (City Zone) અમુક ચોક્કસ વિસ્તારોમાં સંક્રમણનું પ્રમાણ વધારે હોય તે વિસ્તારોના લોકોને વધુ સાવચેતી રાખવા માટે મનપા દ્વારા વારંવાર અપીલ કરાઈ રહી છે. જે વિસ્તારોમાં વધુ કેસો (Case) આવી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકો અવશ્ય માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે અને હાથ સેનિટાઈઝ કરવા માટે મનપાએ અપીલ કરી છે. અમુક વિસ્તારોમાં આખા ને આખા પરિવારો જ સંક્રમિત થઈ રહ્યા હોય, કોમ્યુનિટીમાં સંક્રમણ વધવાની શક્યતા પણ પ્રમાણમાં વધારે છે. જેથી કોવિડ એપ્રોપીયેટ બિહેવિયર રાખવા જણાવાયું છે.
શહેરના સેન્ટ્રલ ઝોનમાં સગરામપુરા, નાનપુરા, કતારગામ ઝોનમાં ડભોલી, અખંડ આનંદ, અમરોલી, છાપરાભાઠા, વરાછા-એ ઝોનમાં કાપોદ્રા, અશ્વિનીકુમાર, વરાછા-બી ઝોનમાં નાના વરાછા, મોટા વરાછા-એ અને મોટા વરાછા-બી તેમજ લિંબાયત ઝોનમાં ગોડાદરા, ડિંડોલી, ઉધના ઝોનમાં જૂનું બમરોલી અને ભેસ્તાન, અઠવા ઝોનમાં સિટી લાઈટ, પીપલોદ, વેસુ, ખજોદ, અલથાણ તેમજ રાંદેર ઝોનમાં અડાજણ ગામ, પાલ, રાંદેર, જહાંગીરપુરા, રામનગર અને અડાજણ પાટિયા વિસ્તારોમાં હાલમાં વધુ કેસો છે. જેથી લોકો નિયમોનું ચુસ્તપણે પાલન કરે એ માટે મનપાએ અપીલ કરી છે.
ક્લસ્ટર કામગીરી દરમિયાન મનપાની ટીમ સાથે ગેરવર્તણૂક કરતાં પોલીસ ફરિયાદ
સુરતઃ ઉધનામાં માઈક્રો ક્લસ્ટર વિસ્તા૨માં ફ૨જ બજાવતા કર્મચારીઓની ફ૨જમાં રૂકાવટ ક૨તા તે લોકો સામે મનપાએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે ઉધનામાં કન્ટેન્મેન્ટ વિસ્તારો જેમાં આવિર્ભાવ સોસાયટી–1, પાંડેસરામાં કોરોના પોઝિટિવ કેસો આવતાં કુલ 65 ઘરના 180 વ્યક્તિને માઈક્રો ક્લસ્ટર વિસ્તાર તરીકે જાહેર કરી માઈક્રો ક્લસ્ટર વિસ્તારના તમામ લોકોને ફ૨જિયાત હોમ ક્વોરન્ટાઈનમાં ૨હેવા હુકમ ક૨વામાં આવ્યો હતો. જે પૈકી ઘર નં.725ના કોરોના પોઝિટિવ વ્યક્તિના ઘ૨ના રહેવાસીઓ દ્વારા માઈક્રો ક્લસ્ટર વિસ્તારમાં ફરજ બજાવનાર ચેકિંગ કરનાર શિક્ષક, સુરત મહાનગરપાલિકાના સ્ટાફ તથા પોલીસ સ્ટાફ સાથે ગે૨વર્તણૂક કરાઈ હતી. તેમજ તેમની કામગીરીમાં વિક્ષેપ ઊભો કર્યો હતો. કોવિડની ફ૨જ બજાવતા કર્મચારીઓને હેરાનગતિ કરી ફ૨જમાં રૂકાવટ કરતાં કોરોના પોઝિટિવ વ્યક્તિના ઘરના રહેવાસીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.