SURAT

સુરતના સરથાણામાં પશુપાલકોનો ઢોર પાર્ટી પર હુમલો, બેલદારનું માથુ ફાડી નાંખ્યું

સુરત: (Surat) રખઢતા ઢોર પકડવા જતી મનપાની ઢોર પાર્ટી પર હુમલાના બનાવો હવે સામાન્ય થઇ પડયા છે. મનપાના (SMC) તંત્ર વાહકો મનપાના ફિલ્ડ પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે કોઇ ગંભીર વ્યવસ્થા કરતા નથી તેથી સુરત મનપાના કર્મચારીઓ પર હુમલા (Attack) કરતા માથાભારે તત્વો બેફામ બની ગયા છે. ત્યારે સરથાણા વિસ્તારમાં ઢોર પકડવા નિકળેલી મનપાની ઢોર પાર્ટી પર હુમલોક કરી એક બેલદારના માથામાં લાકડીના ફટકા મારી માથુ ફાડી નાંખ્યુ હતુ અને પકડેલા ઢોર માથાભારે પશુપાલકો છોડાવી ગયા હતા.

  • સરથાણાં માથાભારે પશુપાલકોની દાદાગીરી, ઢોર પાર્ટી પર હુમલો કરી બેલદારનું માથુ ફાડી નાંખ્યું
  • બેલદારને રીતસર ઘેરી લઇ માર માર્યો, શુટીંગ ચાલુ હોવા છતા કાયદાની કોઈ બીક ના હોય તેમ હુમલો કરતા મનપાન કર્મચારીઓમાં ફફડાટ

ઘટના બાદ બેલદારને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાવવામાં આવ્યો હતો. ઘટના અંગે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં માથાભારે ઇસમો મનપાના બેલદારને રીતસર ઘેરીને માર મારી રહયા છે. આ વિડીયો જોઇને સુરત મનપાના કર્મચારીઓનું મોરલ ડાઉન થઇ રહયું છે.

વિસ્તૃત વિગતો મુજબ બે દિવસ પહેલા મનપાના સરથાણા વિસ્તારમાં વનમાળી જંકશનથી પૂનમ પ્લાઝા વચ્ચે મહાનગર પાલિકાની ઢોર પાર્ટીની ટીમરસ્તા પર રખડતાં પકડી રહી હતી. ત્યારે એક વાછરડીને પકડતાં માથાભારે પશુપાલકોએ મનપાની ટીમ સાથે તકરાર કરી હતી અને ઝપાઝપી કરીને બેલદાર તરીકે ફરજ બજાવતાં આનંદ પ્રમોદ પટેલના માથામાં લાકડી ફટકારી દીધી હતી. પ્રમોદ પટેલને ઇજા થતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તેમજ સરથાણા પોલીસ મથકમાં હુમલાખોર પશુપાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top