સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસમાં (Corona Case) ફરીવાર ઉછાળો આવ્યો છે. ચુંટણી બાદથી જ શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. શહેરમાં શનિવારે નવા 188 પોઝિટિવ દર્દીઓ નોંધાવાની સાથે અત્યારસુધીમાં કુલ આંક 42,259 પર પહોંચ્યો છે. તેમજ શહેરમાં વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 852 પર પહોંચ્યો છે. શનિવારે શહેરમાં વધુ 121 દર્દીઓ સાજા થવાની સાથે સાજા (Recover) થનારા દર્દીઓની કુલ સંખ્યા 40,503 પર પહોંચી છે. અને રીકવરી રેટ 95.84 ટકા પર પહોંચી છે. મનપા દ્વારા સુરતની તમામ શાળા/કોલેજોમાં સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહયું છે. શહેરની સી.ડી.બરફીવાલા કોલેજમાં 10 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા, આ કોલેજને 14 દિવસ માટે આ કોલેજને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 10
- વરાછા- 12
- વરાછા-બી 10
- રાંદેર 43
- કતારગામ 12
- લિંબાયત 13
- ઉધના 24
- અઠવા 64
કોવિડ-19ના કહેર શહેરમાં વધી રહ્યો છે ત્યારે આજે વધુ એક વેડ દરવાજાની મહિલા દર્દીનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 28 ફેબ્રુઆરીથી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલી વેડ દરવાજાની 45 વર્ષિય મહિલા દર્દીએ કોવિડ-19ની સારવાર વચ્ચે દમ તોડ્યો હતો. કોવિડ-19 વચ્ચે 45 દિવસ લાંબા સમય બાદ મોત થઇ રહ્યા છે. ગત જાન્યુઆરી મહિનાની 25મી જાન્યુઆરીના રોજ કોવિડ-19ના દર્દીનુ મોત નીપજ્યું હતું. 45 દિવસ બાદ ગઇકાલે વેસુના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે વેડ દરવાજાની મહિલા દર્દીનું મોત નીપજ્યું છે.
બરફીવાલા કોલેજમાં 10 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, 14 દિવસ માટે કોલેજ બંધ
સુરત શહેરમાં હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહયું છે. જેમાં શૈક્ષણિક સંકુલો શાળા કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં કોરોનાના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જેથી મનપા દ્વારા સુરતની તમામ શાળા/કોલેજોમાં સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહયું છે. શહેરની સી.ડી.બરફીવાલા કોલેજમાં 10 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા, આ કોલેજને 14 દિવસ માટે આ કોલેજને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે સંત નામદેવ નગર પ્રાથમિક શાળામાં 6 વિદ્યાર્થીઓ અને સંત નચિકેતા પ્રાથમિક શાળામાંથી 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળતાં આ શાળાઓ પણ 14 દિવસ માટે બંધ રાખવામાં આવશે. શહેરની તમામ શેક્ષણિક સંકુલને કોરોના વાયરસનાં હાલના સંક્રમણને ધ્યાને લેતા જરૂરી તકેદારી રાખવા તેમજ શકય હોય તો શેક્ષણિક કાર્ય બંધ કરી ઓનલાઈન કલાસ ચલાવવા માટે મનપા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.