SURAT

સુરતમાં ટેસ્ટ ડ્રાઈવના નામે આઈ ટ્વેન્ટી કાર લઈ ઠગો રફૂચક્કર થયા

સુરત: (Surat) ખટોદરા પોલીસ મથકમાં સેકંડહેન્ડ આઇ ટવેન્ટી કાર (Car) લેવા આવેલા લોકો ટેસ્ટ રાઇડના નામે ગાડી બારોબાર લઇને પલાયન થઇ ગયા હતા. આ મામલે ખટોદરા પોલીસ મથકમાં (Police Station) છેતરપિંડીની (Fraud) ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  • સેકંડહેન્ડ કાર ખરીદવા આવેલા ઠગો કાર લઇને છૂ થઇ ગયા
  • ઓએલએકસ પર આઇ ટવેન્ટી કાર વેચવાની જાહેરાત મૂકવાનુ ભારે પડયું

અજય ચિતરંજન દાસ ઉ. વર્ષ 42 રહેવાસી વિજય એપાર્ટમેન્ટ , જમના નગર પાસે , ચોર્યાસી ડેરી દ્વારા તેઓની સેકંડ કાર જોવા આવેલા ઠગો દ્વારા આઇ ટવેન્ટી કાર બારોબાર લઇ ગયા હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલે સમીર ઉર્ફે બબલુ રહેવાસી કમરૂ નગર લિંબાયત , અમીન શેખ અને અજાણ્યા ઇસમ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં સમીર ઉર્ફે બબલુ તથા અમીન શેખ સાથે આવેલા એક અજાણ્યા ઇસમે એક બીજાના મેળાપીપણામાં તેઓની આઇ ટવેન્ટી કાર લેવા માટે આવ્યા હતા. આ કાર તેઓએ પાચ મહિના પહેલા સેકંડમાં ઇમરાન પાસેથી ખરીદી હતી.

ઓએલએકસ પર તેઓએ આ કાર વેચવા માટે જાહેરાત આપતા આ 3 ઇમસો કાર જોવા માટે તેઓ પાસે આવ્યા હતા. સમીર ઉર્ફે બબલુએ તેઓ સાથે ફોન પર વાત કરીને અમીન શેખ નામના ઇસમ સાથે કાર ખરીદવા માટે આવ્યા હતા. ત્યારબાદ કાર ટેસ્ટીંગ માટે તેઓ શહેરમાં ફર્યા હતા. તે વખતે ઉધના ચાર રસ્તા પાસે ગાડી ઉભી રાખીને તેઓને પાણીની બોટલ લેવા જવા માટે જણાવ્યુ હતુ. તેઓ ગાડીમાં ઉતરતાની સાથેજ અમીન શેખ અને સમીરે ગાડી ભગાવી દીધી હતી. ત્યારબાદ તેઓએ સમીરને ફોન કરતા તેણે પાંચ દિવસમાં ગાડીના નિયત થયેલા 60000 રૂપિયા આપવા માટે બાહેધરી આપી હતી. ત્યારબાદ સમીરે પણ ફોન ઉંચકવાનુ બંધ કરી દીધુ હતુ.

પિતાએ ઉછીના લીધેલા 12 લાખ રૂપિયાની ચૂકવણી માટે આપેલ ચેક રિટર્ન થતા પુત્રને એક વર્ષની સજા
સુરત: પિતાએ ઉઢીના લીધેલા 12 લાખ રૂપિયાની ચૂકવણી માટે પુત્રએ ચેક આપ્યો હતો. તે ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે આરોપી પુત્રને કસૂરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ વ્યાજ સાથે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે ફરિયાદી રાજેશ જયંતિલાલ સોમૈયા ટેક્સટાઈલ અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે. આરોપી વૈભવ કનુભાઈ કોટડિયા અને ફરિયાદી રાજેશ સારા મિત્ર છે. વૈભવના પિતા કનુભાઈને રૂપિયાની જરૂરત પડતા વૈભવના મધ્યસ્થીતી રાજેશે જાન્યુઆરી 2016માં ત્રણ વર્ષની મુદદ માટે 12 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ત્યાર બાદ કનુભાઈનું અવસાન થતા વૈભવે તે રૂપિયા ચૂકવવાની જવાબદારી સ્વીકારીને 12 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. તે ચેક અપુરતા ભંડોળના કારણે રીટર્ન થયો હતો. તેથી ફરિયાદી રાજેશે તેમના એડવોકેટ ધર્મેશ એમ. ગાંધી મારફત આરોપી વૈભવ વિરુદ્ધ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. કેસ ચાલી જતા કોર્ટે આરોપી વૈભવને કસૂરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રક્મ વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top