SURAT

બિલ્ડર્સ તેમજ બે નંબરના ધંધા કરતા લોકોને લૂંટવા યુવક કરતો હતો આ કામ, પૂણા પોલીસે પકડી પાડ્યો

સુરત: (Surat) મધ્યપ્રદેશથી બે દેશી તમંચા લઇને સુરત આવતા યુવકને પુણા પોલીસે (Puna Police) પકડી પાડ્યો હતો. પકડાયેલો આ યુવક બિલ્ડરો (Builder) તેમજ બે નંબરના ધંધા કરતા લોકોને લૂંટવા (Loot) માટે તમંચો સાથે રાખતો હોવાનું તેણે પોલીસને જણાવ્યું છે, પોલીસે આ યુવકની પાસેથી બે દેશી તમંચા (Pistol) તેમજ ત્રણ કાર્ટિઝ અને ખાલી મેગેઝીન પણ કબજે લીધી છે.

  • બિલ્ડર્સ તેમજ બે નંબરના ધંધા કરતા લોકોને લૂંટવા ફરતો યુવક બે તમંચા સાથે ઝડપાયો
  • મધ્યપ્રદેશથી તમંચો લઇને સુરત આવતા મૂળ રાજસ્થાની યુવકને પુણા પોલીસે પકડી પાડ્યો
  • પોલીસે આ યુવકની પાસેથી બે દેશી તમંચા તેમજ ત્રણ કાર્ટિઝ અને ખાલી મેગેઝીન પણ કબજે લીધી

પ્રાપ્ત વિગતો મુજબ પુણા પોલીસના પીએસઆઇ હર્ષદ દરજી તેમજ અન્ય સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓએ બાતમીને આધારે વેડછા પાટિયા પાસેથી હડમાન ઉર્ફે પ્રિન્સ ઉર્ફે હરી મુન્નીરામ બ્રાહ્મણ (રહે. ગોદારા કા બાસ, તા. લુનકરનસર, બિકાનેર, રાજસ્થાન)ને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરીને તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા રૂા.20 હજારની કિંમતની દેશી પિસ્તોલ તેમજ ત્રણ કાર્ટિઝ મળી આવ્યા હતા. આ ઉપરાંત ત્રણ ખાલી મેગેજીન અને મોબાઇલ મળીને કુલ્લેરૂા. 30700નો મુદ્દામાલ કબજે લીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે હડમાન આ દેશી પિસ્તોલ મધ્યપ્રદેશના સેંદવા ગામેથી નિર્મલ ઉર્ફે નીરૂ રમેશકુમાર જાંગડ અને દાઉદ અને બીજા એક અજાણ્યા ઇસમની પાસેથી લાવ્યો હતો. હડમાન રાજસ્થાન અને દિલ્હીમાં પોતાની નાની-મોટી ગેંગની સાથે ધાડ અને બે નંબરના ધંધા જેવા કે જુગાર, સટ્ટા બેટિંગ તેમજ બિલ્ડરો ઉપરાંત રાત્રિ દરમિયાન એકલા જતા લોકોને પકડીને હથિયાર બતાવીને લૂંટવા માટે ઉપયોગ કરતા હતા. સુરતમાં પણ તે રૂપિયા લૂંટવા માટે હથિયાર લઇને આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. હાલ તો પોલીસે હડમાનના ત્રણ દિવસના રિમાન્ડ લઇને વધુ પુછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top