સુરત: (Surat) સુરતના જાણીતા બિલ્ડર (Builder) તેમજ અટલ સવેરા ન્યૂઝ પેપરના માલિક એવા નરેશ અગ્રવાલે (Naresh Agrawal) આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબી તેમજ મીડિયા લોબીમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ તેમણે 14 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેઓને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓની હાલત નાજુક છે. ડોક્ટરોનાં જણાવ્યા મુજબ 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ જ કઈ કહી શકાય એમ છે.
જાણીતા બિલ્ડર નરેશ અગ્રવાલના આપઘાતના સમાચાર શહેરમાં વાયુ વેગે ફેલી ગયા હતાં. કરોડોનું દેવું આપઘાતના પ્રયાસ પાછળનું કારણ બન્યું હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. એટલુ જ નહીં પણ આપઘાતના પ્રયાસ પહેલા એક વિડીયો બનાવી મિત્રોમાં શેર કર્યો હોવાની વાત પણ સામે આવી રહી છે. નરેશ અગ્રવાલે સારોલીની પોતાની ઓફિસમાં જ 14 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સારોલીમાં નવનિર્મિત પ્રોજેકટ ફેઈલ થઈ જતા રોકાણકારો એ ઉઘરાણી શરૂ કર્યા હોવાનું માનસિક તણાવ પણ આપઘાત ના પ્રયાસનું એક કારણ હોય શકે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.