SURAT

સુરતના વરાછામાં આ જગ્યાએ સ્પાની આડમાં ચાલતુ કુટણખાનું પકડાયું

સુરત: (Surat) વરાછા ખાતે ગંગા સ્પાની આડમાં ચાલતા કુટણખાના (Brothel) ઉપર પોલીસે દરોડા પાડી 4 લલનાઓને મુક્ત કરાવી સ્પાના (Spa) સંચાલકની ધરપકડ કરી હતી. અને આ સ્પા માટે ભાડાની દુકાનને (Shop) પણ ભાડે આપનારને વોન્ટેડ જાહેર કરાયો હતો.

  • વરાછામાં ગંગા સ્પાની આડમાં ચાલતુ કુટણખાનું પકડાયું
  • દુકાન જેના નામે ભાડે આપી તેને બીજાને કુટણખાનુ ચલાવવા માટે આપી દીધી હતી

એએચટીયુની ટીમને વરાછા મેઈન રોડ બરોડા પ્રિસ્ટેજ સામે વલ્લભનગર કોમ્પલેક્ષમાં આવેલા ગંગા સ્પામાં કુટણખાનુ ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરતા સ્પામાં એક વ્યક્તિ બેસેલો હતો. પોલીસે સંચાલક પ્રવિણ દિલીપ પાટીલ (ઉ.વ.29, રહે.ધીરજ નગર ગોડાદરા) ને પકડી પાડ્યો હતો. આ સિવાય ત્યાં આવેલા ગ્રાહક સમીર યોગેશ પાલેજા (ઉ.વ.41, રહે.સ્વસ્તીક કોમ્પલેક્ષ કોસાડ), હેતકુમાર પરબતભાઈ લાઠીયા (ઉ.વ.19, રહે.વંદના સોસાયટી) ને પકડી પાડ્યા હતા. જ્યારે ઇશ્વર પ્રભાકર નેરકરને વોન્ટેડ જાહેર કરાયો હતો. આ દુકાન પાર્લેપોઈન્ટ ખાતે રહેતા ડો.જાદવજી મુળજી ભારોલિયાએ ઇશ્વર નેરકરને ભાડે આપી હતી. અને ઇશ્વરે તે દુકાન પ્રવિણને કુટણખાનું ચલાવવા માટે આપી હતી.

એસવીએનઆઈટી પાસે પાનના ગલ્લામાં વેચાતી ઇસિગારેટ પકડાઈ
સુરત: એસવીએનઆઈટી સર્કલ પાસે જય અંબે પાનના ગલ્લા પરથી એસઓજીએ 26 હજારની પ્રતિબંધિત ઇસિગારેટ પકડી પાડી હતી. એસઓજીની ટીમને એસવીએનઆઈટી સર્કલ પાસે દેવઆશીષ કોમ્પલેક્ષમાં જય અંબે પાનની દુકાનમાં દુકાનદાર દિલીપકુમાર કાલુદાસ સંત પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો વેચતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પાનના ગલ્લા પર રેઈડ કરતા એસઓજીની ટીમને ત્યાં મળી આવેલા વ્યક્તિનું નામ પુછતા દિલીપકુમાર સંત (ઉ.વ.28, રહે,આશિર્વાદ એપાર્ટમેન્ટ, સિટીલાઈટ) હોવાનું જણાવ્યું હતું. દુકાનમાં તપાસ કરતા 26 હજારની અલગ અલગ કંપનીની ઇસિગારેટ મળી આવી હતી. આ અંગે પુછપરછ કરતા આ ઇસિગારેટ તેને ચાર દિવસ પહેલા સાહીદ નામના વ્યક્તિ પાસેથી લીધી હતી. પોલીસે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top