SURAT

સુરતમાં આ જગ્યાએ આઈસ્ક્રીમ ખાતા હોવ તો ચેતી જજો, પાલિકાએ લીધેલા નમૂના ફેલ થયા

સુરત: (Surat) હાલ ભર ઉનાળાની સીઝનમાં શહેરીજનો ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ (Ice Cream) ખાઈને મજા માણી રહ્યા છે. પરંતુ આઈસ્ક્રીમ વિક્રેતાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. શહેરના જાણીતા આઈસ્ક્રીમ વિક્રેતાઓના ત્યાંથી મનપાના ફુડ વિભાગ (Food Department) દ્વારા વિવિધ આઈસ્ક્રીમના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેના રિપોર્ટ આવી ગયા છે અને જેમાં 4 રિપોર્ટ ફેઈલ થયા હોવાનું જાણવામાં આવ્યું છે.

  • ઉનાળાની સીઝનમાં આઈસ્ક્રીમના 4 નમુનાનો રિપોર્ટ ફેઈલ
  • મિલ્ક ફેટ અને મિલ્કત પ્રોટીનનું પ્રમાણ જણાવ્યા કરતા ઓછુ મળ્યું

સુરત શહેર વિસ્તારમાં આઈસક્રીમનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓમાથી આ માસમાં ફુડ વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો ધ્વારા સ્થળ તપાસ કરી આઈસક્રીમના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 4નમુનાઓ ધારા ધોરણ મુજબના ન હોવાનું જાણવામાં આવ્યું છે. જેથી આ સંસ્થા સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવશે.

જે નમુના ફેલ થયા છે તેમાં ખાઉધરી ગલીના હનુમંતે આઈસક્રીમ એન્ડ લીકવીડના કાજુ અંજીર આઈસક્રીમ, કતારગામ ફુલપાડાની અમરદીપ આઈસક્રીમ એન્ડ જ્યુસના અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસક્રીમ, ઉધના દમણવાલા કોમ્પલેક્સની બાલાજી આઈસક્રીમ પાર્લરના વેનીલા આઈસક્રીમ અને ડિંડોલીના ભરકાદેવી આઈસક્રીમના વેનીલા આઈસક્રીમ નમુના ધારાધોરણ મુજબના ન હતા. આ નમૂનાઓમાં મિલ્ક ફેટ અને મિલ્ક પ્રોટીન નું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળ્યું હતુ અને બી. આર. રીડીંગ નું પ્રમાણ જણાવ્યા કરતા વધુ હતું.

એસવીએનઆઈટી પાસે પાનના ગલ્લામાં વેચાતી ઇસિગારેટ પકડાઈ
સુરત: એસવીએનઆઈટી સર્કલ પાસે જય અંબે પાનના ગલ્લા પરથી એસઓજીએ 26 હજારની પ્રતિબંધિત ઇસિગારેટ પકડી પાડી હતી. એસઓજીની ટીમને એસવીએનઆઈટી સર્કલ પાસે દેવઆશીષ કોમ્પલેક્ષમાં જય અંબે પાનની દુકાનમાં દુકાનદાર દિલીપકુમાર કાલુદાસ સંત પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો વેચતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પાનના ગલ્લા પર રેઈડ કરતા એસઓજીની ટીમને ત્યાં મળી આવેલા વ્યક્તિનું નામ પુછતા દિલીપકુમાર સંત (ઉ.વ.28, રહે,આશિર્વાદ એપાર્ટમેન્ટ, સિટીલાઈટ) હોવાનું જણાવ્યું હતું. દુકાનમાં તપાસ કરતા 26 હજારની અલગ અલગ કંપનીની ઇસિગારેટ મળી આવી હતી. આ અંગે પુછપરછ કરતા આ ઇસિગારેટ તેને ચાર દિવસ પહેલા સાહીદ નામના વ્યક્તિ પાસેથી લીધી હતી. પોલીસે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top