SURAT

સુરતના સિટીલાઈટનું હિરાપન્ના એપાર્ટમેન્ટ બન્યું રેઈડલાઈટ એપાર્ટમેન્ટ: ત્રણ કુટણખાના ઝડપાયા

સુરત: (Surat) શહેરના સિટીલાઈટ ખાતે આવેલ હિરાપન્ના એપાર્ટમેન્ટમાં હર્બલ સ્પા (Spa), રોયલ ફેમિલી સલુન, અને એન.વી નામની દુકાનમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર ઉમરા પોલીસે રેઈડ કરી હતી. ત્યાંથી ત્રણેય સ્પાની મહિલા સંચાલિકાઓ અને એક મેનેજરને (Manager) પકડી પાડી 7 લલનાઓને મુક્ત કરાવી હતી. હર્બલ સ્પા, રોયલ ફેમિલી સલુન અને એન.વી નામની દુકાનમાં પોલીસે રેઈડ કરી હતી.

  • ઉમરા પોલીસે રેઈડ કરી સ્પાની આડમાં ચાલતા મહિલાઓ દ્વારા સંચાલિત ત્રણ કુટણખાના ઝડપી પાડ્યા
  • હર્બલ સ્પા, રોયલ ફેમિલી સલુન અને એન.વી નામની દુકાનમાં પોલીસની રેઈડ
  • સ્પાની મહિલા સંચાલિકાઓ અને એક મેનેજરને પકડી પાડી 7 લલનાઓને મુક્ત કરાવી હતી
  • 3 મહિલા સંચાલક, 1 મેનેજરની ધરપકડ, કુલ 7 લલના મળી આવી

ઉમરા પોલીસને સિટીલાઈટ ખાતે આવેલી હિરાપન્ના એપાર્ટમેન્ટમાં લાંબા સમયથી સ્પાની આડમાં કુટણખાના ચાલતા હોવાની બાતમી મળી હતી. આ એપાર્ટમેન્ટમાં ધમધમતા કુટણખાનાને લીધે દૂષણ વધી ગયું હતું. ઉમરા પોલીસની ટીમે બાતમીના આધારે સિટી લાઈટ ખાતે સાયન્સસિટી સેન્ટરની પાસે હિરાપન્ના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં હરબલ સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ ઝડપી પાડી ત્યાંથી સંચાલક મનિશા સુરેશ મરાઠા (ઉ.વ.28, રહે.ઉમિયા નગર, ગોડાદરા) ને પકડી પાડી હતી. તથા બે લલનાઓને મુક્ત કરાઈ હતી. આજ એપાર્ટમેન્ટના પહેલા માળે રોયલ ફેમીલી સલુન એન્ડ નામની દુકાનમાં પણ પોલીસે રેઈડ કરી હતી. જ્યાં સ્પા માલીક શેરબાનુ મો.રહીમખાન મો.રફીકખાન કુરેશી (ઉ.વ.40, રહે.ઓશીઅન સોસાયટી, સિટીલાઈટ) તથા સ્પા મેનેજર સંતોષકુમાર રામચરણ શાહુ (ઉ.વ.44) ની ધરપકડ કરી હતી. અને ત્યાંથી એક લલનાને મુક્ત કરાવી હતી.

આ હીરાપન્ના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી એન.વી. નામની દુકાનમાં પણ રેઈડ કરતા સંચાલક મીનાબેન મારૂતુભાઈ ગવલી (ઉ.વ.40, રહે.સરસ્વતીનગર સોસાયટી, ડીંડોલી) ને પકડી પાડી હતી. અને તેના ત્યાંથી પણ 4 લલનાઓને મુક્ત કરાઈ હતી. ઉમરા પોલીસે તમામની સામે ફરિયાદ દાખલ કરી વધારે કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top