સુરત: સુરતના (Surat) એક બ્રીજ ઉપર યુવતી જાહેરમાં ચક દુમ દુમ – ચક દુમ દુમ કરતા ગીત ઉપર ડાન્સ (Dance) કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ (Viral) થતા ચર્ચાનો વિષય બન્યો છે. જાહેર રોડ ઉપર અવર-જવર કરતા વાહનો વચ્ચે આ યુવતીના ડાન્સને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. એટલું જ નહીં પણ રીલ બનાવતી આ યુવતી સામે કડક પગલા ભરી એક દાખલો બેસાડવા માગ ઉઠી છે. જો કે આ યુવતી જાહેર રસ્તા પર બેધડક ડાન્સ કરી રહી છે તેમ છતાં જો કઇ અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ? પોલીસ (Police) પણ આ ઘટનાથી અજાણ છે.
નામ ન લખવાની શરતે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ એક ગંભીર બાબત કહી શકાય છે. જો આ વાયરલ વીડિયો સુરતના કોઈ બ્રીજ પર ઉતારવામાં આવ્યો હોય તો પેટ્રોલિંગ કરતી પોલીસની કામગીરી સામે પણ પ્રશ્ન ઉભા થાય છે. કહેવાય છે કે આ વીડિયો વરાછા બ્રીજ ઉપર ઉતારવામાં આવ્યો છે. લોકોની અવરજવર વચ્ચે ધોળે દિવસે એક વીડિયો એટલે કે રીલ બની જાય છે ,જેની પોલીસને ખબર શુદ્ધા નથી પડતી એ પણ એક નવાઈની વાત છે.
વધુમાં જણાવ્યું હતું કે આ વીડિયો જોતા એમ લાગે છે કે તેણી ટિકટોક ગર્લ હોય શકે છે. આ વીડિયો સોસીયલ મીડિયામાં વાઇરલ કરી આવી યુવતીઓ રૂપિયા કમાતી હોય છે. પણ બીજી તરફ અનેક લોકોના જીવ સાથે રમત રમતી હોય એ વાત ને નકારી શકાય નહિ, આની જગ્યા પર જો કોઈ યુવક હોત તો પોલીસ રાતોરાત ઉપાડી લાવી હોત અને કડક પગલા ભરી દીધા હોત. આ એક વિડીયો સમાજની સંસ્કારી યુવતીઓ માટે પણ ઉદાહરણ બની હકે છે. આ બાબતે પોલીસે કાયદાકીય પગલાં ભરવા જોઈએ અને એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ એવી વરાછાના સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.