સુરત (Surat): હિન્દુ યુવતીને (Hindu Girl) પ્રલોભન આપી પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરતા બે વિધર્મી યુવકોને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) ઝડપથી વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયો સુરતની મહાવીર કોલેજનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે 10થી 15 જેટલાં યુવકો બે યુવકોને ઢોર માર મારી રહ્યાં છે.
- વેસુની ભગવાન મહાવીર કોલેજમાં મારપીટનો વીડિયો વાયરલ
- હિન્દુ યુવતીને ફસાવનાર વિધર્મીઓને માર મરાયો હોવાનો દાવો
- 15 જેટલા યુવકો દ્વારા બે યુવકોને ગડદાપાટુનો માર મરાતો હોવાનો વીડિયો
- ઓળખ છુપાવી વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફસાવતા હતા : વીએચપી
- વિશ્વ હિન્દુ પરિષદે પુરાવા ભેગા કર્યા બાદ વિધર્મી યુવકોને માર માર્યો
આજે સવારથી સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કોલેજના કેમ્પસમાં મોંઢા પર રૂમાલ બાંધેલા 10થી 15 જેટલાં યુવકો હિંસક રીતે બે યુવકોને ગડદાપાટુનો માર મારી રહ્યાં છે. હુમલાખોર અને પીડિત બંને પક્ષના યુવકો કોલેજના સ્ટુડન્ટ્સ હોઈ તેવું જોતા જણાઈ રહ્યું છે. જોકે, વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે કેટલાંક મોટી ઉંમરના પુરુષો યુવકનો કોલર ખેંચી ફરી કોલેજ કેમ્પસમાં લઈ આવી માર મારે છે. ચર્ચા અનુસાર લવ જેહાદના નામે વિધર્મી યુવકો દ્વારા કોલેજમાં પ્રવેશ કરવાના મામલે આ મારપીટ થઈ હતી. આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. એક ચર્ચા એવી પણ છે કે કોલેજમાં બે ગ્રુપ વચ્ચે મારપીટ થઈ હતી.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
વેસુની ભગવાન મહાવીર કોલેજમાં લવ જેહાદ થયું હોય એવી રીતે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. માર ખાનાર બંને યુવકો વિધર્મી હોવાની સાથે સાથે આખે આખી ઘટનાને લવજેહાદ સાથે સાંકળવામાં આવી રહી છે. જેના ઘેરા પ્રત્યાઘાત શૈક્ષણિક જગતમાં પડ્યા છે. અહીં જણાવી દઈએ કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.
વિધર્મીઓ ઓળખ છુપાવી કોલેજમાં હિન્દુ યુવતીઓને ફસાવતા હોવાની બાતમી મળી હતી
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયા આ મામલે જણાવ્યું કે, વેસુની ભગવાન મહાવીર કોલેજમાં કેટલાંક વિધર્મી વિદ્યાર્થીઓ ઓળખ છુપાવીને હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી રહ્યાં હોવાની બાતમી મળી હતી. આ બાબતની ખરાઈ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદની એક ટીમ કામે લાગી હતી. છોકરીઓની તપાસ કરવામાં આવતા વાતમાં સચ્ચાઈ જણાઈ આવી હતી. વિધર્મીઓ ઓળખ છુપાવી હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરતા હોવાના પુરાવા એકત્ર કર્યા બાદ તે યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. દિલ્હીમાં જે શ્રદ્ધા સાથે થયું તે દેશમાં અન્ય કોઈ હિન્દુ યુવતી સાથે નહીં બને તે માટે વિશ્વ હિન્દુ પરિષદ સતત કાર્ય કરી રહ્યું છે.
આફતાબ-શ્રદ્ધાની ઘટના બાદ લવજેહાદનો મામલો ફરી ગરમ થયો
મુંબઈની શ્રદ્ધાનું દિલ્હીમાં તેના લિવ ઈન પાર્ટનર આફતાબ દ્વારા મર્ડર કરાયાની ઘટના બાદ દેશભરમાં લવ જેહાદનો મુદ્દો ફરી સેન્સિટીવ બન્યો છે. આફતાબ દ્વારા શ્રદ્ધાની ક્રુર રીતે હત્યા કરાયા બાદ તેના શરીરના 35 ટૂકડા કરવા જેવા હિંસક અને ક્રુર વર્તણૂકના લીધે મામલો ખૂબ ચર્ચામાં છે. આફતાબ વિરુદ્ધ દિલ્હી પોલીસ કાર્યવાહી કરી રહી છે પરંતુ આ મામલાના લીધે દેશભરમાં લવ જેહાદ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.