સુરત: (Surat) ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરીકામ કરતાં યુવક અને તેના પિતાએ લિંબાયતમાં જ રહેતા યુવકને હાથઉછીના રૂપિયા આપવાની ના પાડી હતી. જેની અદાવત (Animosity) રાખીને આ યુવકે તેના મિત્રો (Friends) સાથે મળીને પિતા-પુત્ર ઉપર તલવારથી (Sword) હુમલો કર્યો હતો. બંને પિતા-પુત્રને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ લઇને વધુ તપાસ શરૂ કરી છે.
ઉછીના રૂપિયા નહીં આપવાની અદાવત રાખીને તન્નુ ઉર્ફે તનવીર તેના મિત્રો મોહસીન સલીમ શેખ, સંતોષ ઉર્ફે મોનું મનોહર તથા જંગા ઉર્ફે બાબુએ રઇશને ઉભો રાખ્યો હતો. અને જૂના ઝઘડાની અદાવત રાખીને રઇશને ગાલ ઉપર તમાચા મારી હુમલો કર્યો હતો. તન્નુએ રઇશને ધમકી આપી કે, ‘જીસકો બુલાના હૈ ઉસકો બુલાકે લે કે, આજ તેરે કો નહીં છોડેગેં’ કહી તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીમાં રઇશના પિતા વચ્ચે પડતા તેઓને પણ ગંભીર ઇજા થઇ હતી. બંને પિતા-પુત્રને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે યુનુસ શાહની ફરિયાદ લઇને વધુ તપાસ શરૂ કરી છે.
પાર્લે પોઈન્ટ બ્રિજ પર મહિલાનો મોબાઈલ ખેંચી ભાગતા સ્નેચરનો પીછો કરનાર યુવક પર હુમલો
સુરત: શહેરમાં સ્નેચરો બેફામ બનતાં હવે લોકો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. પોલીસ કમિશનર એકબાજુ શહેરમાં મોટી ગેંગનો સફાયો કરી નાંખ્યાની વાતો કરે છે, પણ સામાન્ય માણસ રસ્તે ચાલતા બોલતા હવે સુરક્ષિત નથી તેવા સ્નેચરોની ગેંગને પકડવામાં પોલીસ કેમ ટૂંકી સાબિત થઈ રહી છે. પાર્લે પોઈન્ટ બ્રિજ પર ગઈકાલે રાત્રે ત્રણ સ્નેચર મહિલાનો મોબાઈલ ખેંચીને ભાગતા હતા. ત્યારે એક યુવક સ્નેચરોનો પીછો કરવા જતાં યુવકને ચાલુ ગાડીએ મોં ઉપર ફેટ અને લાત મારી પાડી દીધો હતો. યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલમાં દાખલ કરાયો છે.
નવી સિવિલ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરાગામ ખાતે ક્ષેત્રપાળ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય નૈનેશભાઈ કિશોરભાઈ ચૌહાણને ગઈકાલે રાત્રે 108માં નવી સિવિલમાં દાખલ કરાયા હતા. ગઈકાલે પાંડેસરાથી એક વેપારીને મળીને આવતા હતા. ત્યારે પાર્લેપોઈન્ટ બ્રિજ ઉપરથી જઈ રહ્યા હતા, ત્યારે એક મહિલાનો મોબાઈલ પલ્સર બાઈક પર આવેલા ત્રણ ઈસમ ખેંચીને ભાગતા હતા. મહિલાએ બૂમાબૂમ કરતાં નૈનેશભાઈએ આ જોતાં સ્નેચરોની પાછળ ભાગ્યા હતા. એસવીએનઆઈટી સર્કલ સુધી પીછો કર્યો ત્યારે બાઈક પર સવાર ત્રણ પૈકી એક સ્નેચરે તેમને ચાલુ ગાડીએ મોં ઉપર ફેટ મારી હતી. અને લાત મારી પાડી દીધા હતા. લોકોની ભીડ ભેગી થતાં તેમને 108માં સિવિલમાં ખસેડાયા હતા. નૈનેશભાઈને હોઠ પર ત્રણ ટાકા આવ્યા હતા. અને ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું.