Dakshin Gujarat

દિવ્‍યાંગ, પથારીવશ લોકોના ઘરે જઈને કોવિડના સેમ્પલ લેવા સહિત સારવાર શરૂ

વલસાડ(Valsad): વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવા અભિગમ સાથે હેલ્‍પલાઇન (Healpline) શરૂ કરાઈ છે. જો કોઇ કોરોના (Corona) પોઝિટિવ વ્‍યક્‍તિ હોમ આઇસોલેશનમાં હોય ત્‍યારે તેને મેડીકલ સલાહ સૂચનની જરૂરિયાત હોય તો સંબંધિત આરોગ્‍ય કેન્‍દ્રના મેડીકલ ઓફિસર સાથે વાત કરાવવા અથવા જરૂર પડે તો મેડીકલ ટીમ દ્વારા વિઝીટ કરી તેઓ દ્વારા જરૂરી સલાહ સુચન આપવામાં આવશે. આ ઉપરાંત જે વ્‍યક્‍તિ ચાલી ન શકે તેવા દિવ્‍યાંગ, શારીરિક રીતે અશક્‍ત અને પથારીવશ લોકોને માટે ઓન કોલ જેઓએ ટેસ્‍ટિંગ (Teasting) કરાવવાની જરૂરિયાત હોય તેઓના ઘરે ટીમ જઈને કોવિડ-૧૯ના તપાસ કરવા માટે સેમ્‍પલ લેવામાં આવશે. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં દિવ્‍યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો એવા પણ છે જે વેક્‍સીન સેન્‍ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે ઘર બેઠા વેક્સિનેશન કામગીરી આ અગાઉ શરૂ કરવામાં આવી છે.

  • જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે બુધવારે ૩૫ કોલ મળ્‍યા : આરોગ્ય ટીમે તમામને ઘરે જઈને સારવાર આપી
  • વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ મેડિકલ હેલ્‍પલાઇનનો લાભ લઇ શકે છે

આ સેવામાં તા.૧૨/૧/૨૨ને સાંજે ૧૭-૦૦ કલાક સુધીમાં જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે ૩૫ કોલ મળ્‍યા છે. જેમાંથી ૩૪ દર્દીઓને મેડીકલ ઓફિસર દ્વારા ઘરે જઇને સારવાર તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું છે. તા.૧૨-૦૧-૨૦૨૨ના રોજ ૯ કોલ મળ્‍યા હતા, જે તમામને ઘરે જઈને સારવાર આપવામાં આવી છે. આ અભિગમ અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૩૪ દર્દીઓને સારવાર તથા જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્‍યું છે.

હેલ્‍પ લાઇન કંટ્રોલ રૂમમાં જે-તે નજીકના આરોગ્‍ય કેન્‍દ્રના વિસ્‍તારમાં આવતા લાભાર્થીઓએ જે-તે આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા પોઝિટિવ લોકો હોમ આઇસોલેશનમાં હોય ત્‍યારે તેઓને અને જે વ્‍યક્‍તિ ચાલી ન શકે તેવા દિવ્‍યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો માટે ઘર બેઠા ટેસ્‍ટિંગ સેવા પુરી પાડવામાં આવશે. જેના માટે હેલ્‍પ લાઇનમાં લાભાર્થીએ મોબાઇલ નંબર રહેણાંકનું પુરૂ સરનામુ અચુકપણે આપવાનું રહેશે. આ નવા અભિગમની સેવાનો લાભ લેવા જાહેર જનતાને આરોગ્‍ય વિભાગ વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આરોગ્‍ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ ખાતેનો હેલ્‍પલાઇન ૦૨૬૩૨-૨૫૩૩૮૧ છે, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી દ્વારા જણાવાયું છે.

Most Popular

To Top