સુરત(Surat) : ગોલ્ડ લોનની (Gold Loan) રકમ ચુકવી આપવાનું જ્વેલર્સે (Jewelers) ખોટું જણાવી સોનાના દાગીના (Gold Jewelry) ગીરવે (Mortgage) રાખનાર ફાયનાન્સરને (Financer) પોતાની દુકાને (Shop) બોલાવી અજાણ્યા બુકાનીધારી માણસો મારફતે હુમલો (Attack) કરાવી રૂા.1.22 કરોડના દાગીનાની લૂંટ (Robbery) કરાવનાર જ્વેલર્સે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) કરેલી જામીન અરજી (Bail Application) રદ થવાના એંધાણ જણાતા પાછી ખેંચી લેવી પડી હતી.
- જોલીસન્સના જ્વેલર્સ ચેતન ઉર્ફે જોલી સુખડીયાએ ફાયનાન્સર વિક્રાંત જોષી પાસે 3100 ગ્રામ સોનાનાના દાગીના ગીરવે મુકી ગોલ્ડ લોન લીધી હતી
- ફાયનાન્સરને 1.15 કરોડ રૂપિયા ચૂકવવા નહીં પડે તે માટે પોતાની દુકાને બોલાવી હુમલો કરાવી લૂંટ ચલાવી હતી
- માર્ચ 2022થી ઝવેરી જોલી સુખડીયા જેલમાં કેદ છે, સુરતની કોર્ટમાં બે વાર જામીન અરજી રદ થયા બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે પાછી ખેંચી લીધી
વરાછામાં ચકચારી બનેલા કેસની વિગત એવી છે કે, યોગી ચોકમાં સાંઇ પેલેસ એપાર્ટમેન્ટની દુકાન નં.8 માં જોલીસન્સ જ્વેલર્સ નામથી સોનાચાંદીના દાગીનાનો ધંધો કરનાર ચેતન ઉર્ફે જોલી ધીરૂભાઇ સુખડીયાએ હીરાબાગમાં સારથી કોમ્પલેક્ષમાં જયઅંબે ગ્રુપના નામથી ફાયનાન્સનો ધંધો કરનાર વિક્રાંત જગદીશભાઇ જોષીને ત્યાં 3100 ગ્રામ સોનાના દાગીના ગીરવે મુકી ગોલ્ડ લોન લીધી હતી. તેના રૂા.1.15 કરોડ ફાયનાન્સરને ચુકવવાના બાકી રહ્યા હતા.
તે નાણાંની વ્યવસ્થા થઇ ગઇ છે તેવું ચેતન સુખડીયાએ ખોટું જણાવી ગીરવે મુકેલા સોનાના દાગીના પોતાની દુકાને લઇ આવવા ફાયનાન્સરને જણાવ્યું હતું. તેથી વિક્રાંત ત્રણ જણાં સાથે સોનાના દાગીના લઇને ચેતનની દુકાને જતાં ત્યાં અગાઉથી સંતાયેલા ત્રણ અજાણ્યા બુકાનીધારી માણસોએ વિક્રાંતને ચપ્પુથી ગંભીર ઇજાઓ કરી તેની તથા સાહેદના પાસેના મળી રૂા.1.22 કરોડના સોનાના દાગીના અને બીજી રોકડ રકમ લૂંટી નાસી ગયા હતા, જેની વિક્રાંત સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે તમામ દાગીના અને ગોલ્ડ કબજે કરી હતી.
આ કેસમાં માર્ચ 2022થી જેલમાં રહેલા ચેતન ઉર્ફે જોલી સુખડીયાની બે જામીન અરજીઓ સુરતની કોર્ટમાં ના મંજૂર થતાં તેમણે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. ફરિયાદી તરફે હાઇકોર્ટના વકીલ અર્પિત કાપડિયાની સાથે સ્થાનિક વકીલ સમર્થ કાપડિયા મારફતે જામીન અરજીના વિરોધમાં ફરિયાદીનું સૌગંદનામું તથા દસ્તાવેજો રજૂ થયા હતા. હાઇકોર્ટમાં બંને પક્ષોની દલીલ દરમિયાન જામીન અરજી ના-મંજૂર થવાના અણસાર જણાતાં ચૈતનની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી.