સુરત: રામલલાનો અભિષેક 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં (Ayodhya) થવા જઈ રહ્યો છે અને દેશભરમાં તેની ઉજવણી (Celebration) થઈ રહી છે. દરમિયાન ઉત્તર પ્રદેશ (U.P), રાજસ્થાન (Rajasthan), છત્તીસગઢ (Chhattisgarh), મધ્યપ્રદેશ (M.P) જેવા રાજ્યોએ આ અવસર પર રજા જાહેર કરી હતી. આ સાથે જ કેન્દ્ર સરકારે પણ તેની તમામ ઓફિસો (Office) અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા (Leave) જાહેર કરી હતી. ત્યારે હવે સુરતમાં પણ આ પ્રસંગે સરકારી કચેરીઓ બાદ શાળાઓમાં (School) અડધા દિવસની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સરકારી કચેરીઓ બાદ શાળામાં રજા જાહેર સરકારી શાળાઓમાં 22મી તારીખે અડધા દિવસની રજાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર કરાયેલ નોટિસ મુજબ બપોરે 2:30 વાગ્યા સુધી શાળાઓમાં રજાની જાહેર કરાઇ છે. તેમજ આ મામલે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યો હતો.
અગાઉ કર્મચારી મંત્રાલયે જાહેર કર્યો હતો રજાનો આદેશ
અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની નવી મૂર્તિનો ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ 22 જાન્યુઆરી સોમવારના રોજ યોજાનાર છે. આ સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. કર્મચારી મંત્રાલયે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો/વિભાગોને જાહેર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. કર્મચારીઓ આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે.
સમગ્ર મામલે કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે લોકોના જબરદસ્ત ઉત્સાહને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ અંગે દેશભરના લોકો તરફથી ઘણી માંગ હતી. 22 જાન્યુઆરીના રોજ અડધો દિવસ કેન્દ્ર સરકારની કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય જનતાની લાગણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.