Sports

સાનિયા મિર્ઝાથી છૂટાછેડાના સમાચાર વચ્ચે શોએબ મલિકે કર્યા ત્રીજા લગ્ન

કરાચી: પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket) ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે (Shoaib Malik) ફરી લગ્ન (Merrige) કર્યા છે. શોએબે પોતે પોસ્ટ (Post) કરીને પાકિસ્તાની અભિનેત્રી (Pakistani Actress) સના જાવેદ સાથેના લગ્નની પુષ્ટિ કરી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે શોએબ અને સાનિયા મિર્ઝા (Sania Mirza) વચ્ચે છૂટાછેડાના (Divorce) સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે શોએબ અને સનાએ એક સમારોહ દરમિયાન લગ્ન કર્યા હતા.

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનાં પતિ શોએબે આ ન્યુઝથી ઘણા ફેન્સને ઝટકો આપ્યો છે. ઘણા સમયથી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી તેના છૂટાછેડાની અટકળો ચાલી રહી હતી. એવામાં શોએબ મલિકે શનિવારે, 20 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્ન સમારોહની તસવીરો શેર કરી હતી. આ ફોટોઝ પરથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે શોએબે બીજા લગ્ન કરી લીધા છે.

કોણ છે સના જાવેદ?
પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક સના જાવેદના છૂટાછેડા થઈ ગયા છે. તેણે 2020માં ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે બંને જલ્દી અલગ થઈ ગયા હતા. ત્યાર બાદ બંનેએ પોતપોતાના એકાઉન્ટમાંથી એકબીજાના ફોટા પણ ડિલીટ કરી દીધા હતા. 28 વર્ષની સના પાકિસ્તાનના ઘણા ટીવી શોમાં જોવા મળી છે.

શોએબ અને સનાની ડેટના સમાચાર આવ્યા હતા
અગાઉ શોએબ અને સના વચ્ચે ડેટિંગના સમાચાર ઘણા સમય પહેલા સામે આવી રહ્યા હતા. શોએબે પણ હાલમાં જ સનાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. આ સાથે પાકિસ્તાની ક્રિકેટરે સના સાથે પોતાની એક તસવીર પણ શેર કરી હતી. ત્યારે બંનેના લગ્ન બાદ સનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ બદલીને સના શોએબ મલિક કરી દીધું છે. જોકે ખબરો એવી પણ સામે આવી છે કે શોએબે સાનિયાને છૂટાછેડા આપ્યા વિના ફરીથી લગ્ન કરી લીધા છે. તેમના છૂટાછેડાની અફવાઓ હતી. પરંતુ અત્યાર સુધી તેમના અલગ થવાની પુષ્ટિ થઈ નથી. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ ખુલાસો થયો છે કે શોએબ અને સાનિયા અલગ રહે છે. તેમજ બંનેને આ લગ્નથી એક પુત્ર ઇઝાન પણ છે.

Most Popular

To Top