SURAT

ભાજપનો ભરમ તૂટ્યો: વોર્ડ નં-7 માં આપે ગાબડું પાડ્યું, હવે વોર્ડ નં-3 પર સૌની નજર

સુરતની 120 બેઠકો માટે બપોરે 4 કલાકે આવેલા સમીકરણો મુજબ આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સતત વધતું જઈ રહ્યું છે. વોર્ડ નંબર 7 કતારગામ વેડની બેઠક કે જેના પર સૌની નજર હતી તે ભાજપની પેનલ આમ આદમી પાર્ટીએ તોડી નાંખી છે. વોર્ડ નં-7 માં ભાજપના જ્યોતિબેન અને નરેન્દ્ર પાંડવ જીત્યા છે. જ્યારે અહીં આપે ગાબડું પાડી 2 સીટ આંચકી લીધી છે. અહીં આપ ના કિશોર રૂપારેલિયા અને દીપ્તિ સાકરીયા ની જીત છે. હવે વોર્ડ નંબર 3 સરથાણાની બેઠક પર સૌની નજર છે. અહીં 2 સીટ પર ભાજપ અને 2 સીટ પર આપ આગળ છે. અત્યાર સુધીમાં સુરત મહાપાલિકાની ચૂંટણીમાં 107 બેઠકના પરિણામોમાં ભાજપ 84 અને આપની 23 બેઠકો પર જીત થઈ છે.

વોર્ડ નંબર 3 અને 18માં ભાજપની જીત થઈ છે જ્યારે વોર્ડ નંબર 3 વરાછા, સરથાણા, સીમાડા અને લસકાણામાં ચારે બેઠકો પર આપ પાર્ટી આગળ ચાલી રહી છે. અહીં આપના ઉમેદવાર ઋતા દુઘાગરા, સોનલ સોહાગિયા, કનુ ગેડિયા અને મહેશ અણગણ આગળ છે. વોર્ડ 5 ફૂલપાડા અશ્વનીકુમાર ચારેય પેનલ પર આપની જીત થઈ છે. નિરાલી પટેલ, મનીષા કુકડિયા, કિરણબેન ખોખાણી, અશોક ધામીની જીત થઈ છે. જો અહીં આપના ચારેય ઉમેદવારો વિજેતા બને તો ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. પાટીદારોના ગઢમાં ભાજપની હાર એ ભાજપ માટે નામોશી કહી શકાય. આપ પાર્ટીને આગળ લાવી પાટીદારોએ કોંગ્રેસને પણ બતાવી દીધું છે. બીજી તરફ સુરત મહાનગર પાલિકામાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પપન તોગડિયાની પણ હાર થઈ છે.

વોડ નંબર-૨૯માં કોંગી સતીષ પટેલ ત્રણ રાઉંડ બાકી હતા તે પહેલા જ નીકળી ગયા

સુરત મ્યુનિસિપલ કોરેપરશની ચૂંટણીમાં મતગણતરીમાં મતદારોએ ભાજપાને આવકાર આપતા કોગી ઉમેદવારોના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. શરૂઆતના રાઉંડમાં સતીષ પટેલ તથા ધનસુખ રાજપૂતને સારા મતો મળ્યા હતા જેમ જેમ મતોની ગણતરી આગળ જતી હતી તેમ તેમ કોંગી ઉમેદવારોની સરસાઇ ઘટતી ગઇ હતી અને છેલ્લા ત્રણ રાઉંડ પહેલા જ હાર સ્પષ્ટ દેખાતાકોગ્રસના સતીષ પટેલ મતગણતરી કેન્દ્ર છોડી નીકળી ગયા હતા

સુરતમાં લગભગ ભગવો લહેરાઈ ચક્યો છે પરંતુ આ ભગવાને ઝાડૂએ પરસેવા પડાવી દીધા છે. તદ્દન ચોંકાવનારા પરિણામો મુજબ સુરતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને પછાડી રેસમાં આગળ નિકળી ગઈ છે. સુરતમાં વોર્ડ નંબર ૧, ૬, ૧૦, ૧૩, ૧૪, ૧૫, ૨૧, ૨૩, ૨૫, ૨૭, ૨૯, ૨૪ માં બીજેપી જીતી ગઈ છે. જ્યારે વોર્ડ નંબર ૨, ૪, ૧૬માં આપની પેનલ જીતી ગઈ છે. વોર્ડ નંબર ૮ માં આપ.ના ૧ અને બીજેપીના ૩ ઉમેદવાર જીત્યા છે. વોર્ડ ૭ માં ૨ બીજેપી તેમજ ૨ સીટ પર આપ આગળ ચાલી રહ્યું છે. વોર્ડ ૧૯ માં બીજેપી ની પેનલ આગળ છે. વોર્ડ નંબર ૨૦ માં કોંગ્રેસ ૩ માં બીજેપી ૧ માં આગળ છે જ્યારે વોર્ડ નંબર ૩ અને ૯ની ગણતરી હાલ ચાલુ નથી થઈ.

બપોરે 4 વાગ્યા સુધીનો ટ્રેન્ડ

BJP: 94
Congress: 1
AAP: 25
Others: 0
Total: 120 (120)

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top