SURAT

સુરત શહેર પોલીસ કમિશનરે આ કારણોસર એકસાથે 278 પોલીસ કર્મચારીની બદલીના આદેશ છોડ્યા

સુરત (Surat): સુરત શહેરમાં આજે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર (Surat City Police AjayKumar Tomar) દ્વારા બદલીના (Transfer) ઓર્ડર (Order) કરાયા હતા. કમિશનર દ્વારા એક સાથે 278 પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ કરવામાં આવતા પોલીસ મહેકમમાં સોંપો પડી ગયો છે. વર્ષોથી એક જ સ્ટેશનમાં ચીપકી રહેલા અનેક પોલીસ કર્મચારીઓને દૂરના સ્ટેશનો પર ટ્રાન્સફર આપવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ગમે ત્યારે જાહેર થાય તેમ હોય તે પહેલાં આ બદલીના ઓર્ડર કરાયા છે. આ અગાઉ પીઆઈની બદલીઓના ઓર્ડર થયા હતા. અને તે પહેલાં 41 પીએસઆઈની બદલી કરાઈહતી. જાણો કયા પોલીસ કર્મચારીની ક્યાં બદલી કરવામાં આવી છે.

સુરત પોલીસ વિભાગની છ ઝોન સાથે 12 ડિવીઝનમાં વહેંચણી
સુરત : સુરત (Surat) શહેર પોલીસ કમિશનર (Commissioner of Police) વિસ્તારમાં અત્યાર સુધી ચાર ઝોનમાં ચાર ડીસીપી (DCP) અને આઠ એસીપી (ACP) અલગ અલગ આઠ ડિવિઝન સંભાળતા હતા પરંતુ નવા સીમાંકન મુજબ શહેરનો વિસ્તાર વધતા હવે ઝોનની સંખ્યા ચારથી વધારી છ કરવામાં આવી છે અને ડિવિઝન આઠ થી વધારી 12 કરાયા છે. રાજ્ય સરકારના (State Govt) ગૃહ વિભાગ (Home Affairs) દ્વારા શુક્રવારે મોડી રાત્રે આઇપીએસ અને ડીવાયએસપીની બદલી સાથે નવા અધિકારીઓની નિમણૂંકમાં આ ઓર્ડર કરવામાં આવ્યા હતા. સુરત પોલીસ વિભાગમાં નવા સીમાંકનલઇને ગૃહવિભાગે સુરતને નવા સીમાંકન પ્રમાણે નવા આઇપીએસ અને નવા ડીવાયએસપીની ફાળવણી કરી હતી.

અગાઉ 10 પોલીસ ઈન્સ્પેક્ટર અને 41 પીએસઆઈની બદલીના આદેશ કરાયા હતા
સુરત: સુરત શહેરમાં હજીરામાં ફરજ બજાવતા પીઆઈ જે.બી.બુંબડીયાની કચ્છ પૂર્વ ગાંધીધામ, ઇચ્છાપોર પીઆઈ એન.એ.દેસાઈની પોરબંદર, ટ્રાફિક પીઆઈ વી.બી.દેસાઈની બોટાદ, અડાજણ પીઆઈ એસ.જે.પંડ્યાની સાબરકાંઠા, મહિધરપુરા પીઆઈ એ.જે.ચૌધરીની અમદાવાદ ગ્રામ્ય, પૂણા પીઆઈ આર.પી.સોલંકીની રાજકોટ ગ્રામ્ય, સાયબર ક્રાઈમ પીઆઈ ટી.આર.ચૌધરીની સરહદી વિભાગ, ગોડાદરા પીઆઈ એ.ડી.ગામીતની અમદાવાદ શહેર, ટ્રાફિક પીઆઈ જે.એસ.ગામીતની રાજકોટ શહેરમાં તથા મહિલા પોલીસ સ્ટેશનની પીઆઈ એન.એચ.મોરની રાજકોટ ખાતે બદલી થઈ છે. સુરત પોલીસના (Surat City Police) 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની (PSI) એક ઝાટકે સામૂહિક બદલીના (Transfer) ઓર્ડર (Order) થતાં પોલીસ મહેકમમાં સોંપો પડી ગયો છે. આ પીએસઆઈની આંતરીક બદલી થઈ છે.

Most Popular

To Top