National

‘ગટરની સફાઇ દરમિયાન મૃત્યુ પામતા કર્મચારીઓને મળશે 30 લાખનું વળતર’, સુપ્રીમ કોર્ટનો નિર્ણય

નવી દિલ્હી: દેશમાં (India) ગટરની સફાઈ દરમિયાન થતી મૃત્યુની (Death) ઘટનાઓ પર વધારે પ્રકાશ પાડવામાં આવતો નથી. પણ આ મામલાને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) આદેશ જારી કર્યો છે કે, ‘ગટરની સફાઈ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકારી અધિકારીઓએ 30 લાખ રૂપિયાનું વળતર (Compensation) ચૂકવવું પડશે.’

જજ એસ. રવિન્દ્ર ભટ્ટ અને જજ અરવિંદ કુમારની બેંચએ કહ્યું કે, ‘ગટરની સફાઇ દરમિયાન જો કોઇ વ્યક્તિ કાયમી રીતે દિવ્યાંગ થાય તો તેને ઓછામાં ઓછુ 20 લાખનુ વળતર આપવામાં આવશે. અને સફાઇકર્મી કોઇ અન્ય રીતે પણ દિવ્યાંગતાથી પીડાય તો અધિકારીઓએ 10 લાખ સુધીનું વળતર ચૂકવવું પડશે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારો એ પણ સુનિશ્ચિત કરે કે, મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથા સંપૂર્ણપણે ખતમ થઈ જાય.’

કોર્ટે બીજા કયા નિર્દેશો જારી કર્યા?
કોર્ટે બીજા નિર્દેશો જારી કરતાં કહ્યું છે કે, સરકારી એંજન્સીઓએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સંકલન કરી ખાતરી કરવી જોઇએ. અને ઉચ્ચ ન્યાયલયને ગટર સફાઇ દરમિયાન થતી મૃત્યુની ઘટનાઓ પર નજર રાખતાં ન રોકવામાં આવે. આ નિર્ણય માનવ અધિકારની અરજી પર આવ્યો છે. વિગતવાર આદેશ હજુ બહાર પડ્યો નથી. જુલાઇ 2022માં લોકસભામાં રજૂ કરવામાં આવેલ સરકારી આંકડાઓ અનુસાર, ભારતમાં છેલ્લા પાંચ વર્ષોમાં ગટર અને સેપ્ટિક ટેંકની સફાઇ દરમિયાન ઓછામાં ઓછા 347 લોકો મૃત્યુ પામ્યાં છે. જેમાં લગભગ 40 ટકા જેટલી મૃત્યુ માત્ર ઉત્તર પ્રદેશ, દિલ્હી અને તમિલનાડુમાં થઇ છે.

સમલૈંગિક લગ્નોને મંજૂરીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર, પણ આ અધિકારો આપ્યા
સમલૈંગિક લગ્નોને (SameSexMerriage) માન્યતાનો મામલો ફરી ઘોંચમાં પડ્યો છે. સુપ્રીમ કોર્ટે (SupremeCourt) સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો ઈનકાર ફરમાવતો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે આ વિધાનસભાનો અધિકારક્ષેત્ર છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 3-2 દ્વારા આ નિર્ણય આપ્યો હતો. સમલૈંગિક લગ્ન પર ચુકાદો આપતાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે સુપ્રીમ કોર્ટ સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓને રદ કરી શકે નહીં. પોતાનો નિર્ણય આપતી વખતે CJIએ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો.

Most Popular

To Top