National

‘…એટલે લોકોને કામ કરવું નથી’, સુપ્રીમ કોર્ટે કોની પર ગુસ્સો કર્યો

બુધવારે શહેરી ગરીબી નાબૂદીના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે મફતનું મળતું હોવાના કારણે લોકો કામ કરી રહ્યા નથી. લોકોને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે.

શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે આશ્રયના અધિકાર સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે ચૂંટણી પહેલા મફત ભેટોની જાહેરાતો લોકો કામ કરવાનું ટાળે છે. કારણ કે તેમને મફત રાશન અને પૈસા મળે છે.

જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જણાવ્યું હતું કે કમનસીબે આ મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવાથી દૂર રહે છે. તેમને મફતમાં રાશન મળી રહ્યું છે. કોઈ પણ કામ કર્યા વિના પૈસા મેળવવા છે. અમે લોકો પ્રત્યેની તમારી ચિંતાઓ સમજીએ છીએ પરંતુ શું લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા દેવાનું વધુ સારું નહીં હોય?

દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે.

બેન્ચે એટર્ની જનરલને કેન્દ્ર પાસેથી ચકાસણી કરવા કહ્યું કે શહેરી ગરીબી નાબૂદી મિશનને અસરકારક બનવામાં કેટલો સમય લાગશે. આ કેસની સુનાવણી હવે છ અઠવાડિયા પછી થશે.

Most Popular

To Top