Charchapatra

મહાસત્તા

આમ તો અમેરિકા ને દુનિયા મહાસત્તા માને છે, આજે કયાં છે મહાસત્તા ? દુનિયા ની સામે જંગ જેવી પરીસ્થિતિ દેખાય છે અને મહાસત્તા ચુપ છે, યુધ્ધ તો ના જ થવુ જોઈએ, પહેલા બોમ થી મહાસત્તા અને નાટો એ કાર્યવાહી કરવી જોઈતી હતી, જો આવુ જ ચાલુ રહશે તો કોઈ પણ દેશ ડર વગર હુમલા કરશે અને બીજા જોતા રહશે, સાચુ ખોટું જોવા નો સમય નથી, જયારે સંગઠન બને ત્યારે લાભ મા કાર્ય ન થાય તે જોવું જોઈએ, એક દેશ ને કારણે આજે દુનિયા મા ડર નો મોહલ જોવા મળે છે, શુ તાકાત અને લાભ જ દુનિયા ને ચલાવશે  ? આજે જે પરીસ્થિતિ ઉદભવી છે એવુ કોઈ પણ દેશે તૈયાર રહેવું પડશે કોઈ ની પણ મદદ મળશે નહી એવુ ચોક્કસ આ જોતા લાગે છે. આપણા દેશ આ બાબતે ગંભીરતાથી વિચારવા જેવું ખરુ. માનવ રક્ષણ કોણ કરશે  ? ભુલ એક થી થાય અને ભોગવવું દરેક નાગરીકને પડે  ? યુક્રેન મા જે થઇ રહ્યું છે તેની કલ્પના થી પણ કંપારી આવે તો ત્યા ના લોકો ની પરિસ્થિતી કેવી હશે, હવે પછી ના દરેક સમય અને સંજોગો કલ્પના બહાર ના હોઇ શકે એવુ આ સંજોગો થી ફલિત નથી થતુ  ? એ વાત ચોક્કસ માનીયે કે રશિયા આપણો મિત્ર દેશ છે, પરતું માનવ રક્ષણ એ પણ આપણી ફરજ છે, વાતચીત થી જ દરેક નુ સમાધાન છે એ જ કરવુ જોઈએ, આ રીત દેશ અને દુનિયા માટે વિનાશ લાવી શકે એમા કોઈ બેમત નથી.
સુરત     – જિજ્ઞેશ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top