Surat Main

સેકન્ડ ક્લિનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા બનવા બદલ સુનિલ ગાવસ્કરે સુરતીઓને અભિનંદન આપ્યા, જુઓ વીડિયો

સુરત: (Surat) ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) લિજેન્ડરી ક્રિકેટર અને ભૂતપૂર્વ સુકાની સુનીલ મનોહર ગાવસ્કરે (Sunil gavaskar) સ્વચ્છતાના માપદંડમાં સુરતનો દેશભરમાં બીજો ક્રમ આવતાં સુરત અને સુરતવાસીઓને અભિનંદન (Congratulation) પાઠવ્યાં છે. ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન મેચ જોવા ગયેલા સુરતના ક્રિકેટર એવા સુનિલ ગાવસ્કરના ફેન્સ દ્વારા સુરત વિશે બે શબ્દો કહેવા જણાવાતા ગાવસ્કર એ સેકન્ડ ક્લિનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા (Cleanest City of India) બનવા બદલ સુરતીઓને અભિનંદન પાઠવ્યા છે.

ગાવસ્કરે જણાવ્યું હતું કે, સ્વચ્છતામાં અગાઉ પણ સુરત અગ્રેસર રહ્યું છે અને ફરી દેશનું બીજા ક્રમનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે તે માટે સુરતવાસીઓને અભિનંદન પાઠવું છું. હવે પછી કેમેરામાં નહીં ખૂબ જલ્દી સુરત આવી રૂબરૂ નિહાળવાની ઈચ્છા જાહેર કરી હું જલ્દી સુરત આવીશ એમ ગાવસ્કરે કહ્યું હતું.

સુનિલ ગાવસ્કર બે વાર સુરતના મહેમાન બની ચૂક્યા છે

તમને જણાવી દઈએ કે સુનિલ ગાવસ્કર અત્યાર સુધી બે વાર સુરતના મહેમાન બન્યા છે. તેઓ રાંદેર ઇસ્લામ જીમખાનામાં ક્રિકેટ પણ રમી ચુક્યા છે. 1983માં સુનિલ ગાવસ્કર સુરત વિવર્સ એસોસિએશન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા રાંદેર ઇસ્લામ જીમખાનામાં આવ્યા હતાં.

તેમણે તે સમયે આરઆઇજીના ગ્રાઉન્ડ અને સુરતી પ્રેક્ષકોના ખૂબ વખાણ કર્યા હતા. સુનિલ ગાવસ્કર વર્ષોથી સુરતના પોતીકા દૈનિક ગુજરાતમિત્ર માટે ખાસ ક્રિકેટ કોલમિસ્ટ તરીકે લેખો લખતા આવ્યા છે, હજી લખી રહ્યાં છે એ નાતે તેઓ સુરતથી સુપેરે વાકેફ ખેલાડી છે. સુરત મહાનગર પાલિકાએ વિશ્વ વિખ્યાત ભારતીય ક્રિકેટરની સ્વચ્છ સુરત વિશેની કોમેન્ટ અને શુભેચ્છાઓને આવકારી છે અને તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વિશેષ નોંધ લીધી છે.

Most Popular

To Top