પાવીજેતપુર: પાવીજેતપુરના સુખી ડેમમાં બે દિવસમાં પડેલા વરસાદને પગલે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. અને આજનું પાણીનું લેવલ ૧૪૩.૭૭ મીટરે પહોંચ્યું છે.ડુંગરવાંટ ખાતે આવેલો અને જીલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન સુખી ડેમમાં બે દિવસ દરમિયાન પડેલા વરસાદને પગલે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા તા. ૨૪ ના રોજ પાણીનું લેવલ સવારના ૮ વાગ્યે ૧૪૨.૦૨ મીટર નોંધાયું હતું. સુખી ડેમના સ્ટોરેજ લેવલમાં તા. ૨૪ ના રોજ સવારે ૮ વાગ્યે ૩૬.૮૨ % હતું. જે તા. ૨૬ ના રોજ બપોરના ૧૨ વાગ્યે વધીને ૫૧.૮૩ % થયું છે જેમાં ૧૫.૦૧ % નો વધારો નોંધાયો છે.