Vadodara

શહેરની કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓ માર્કશીટથી વંચિત

વડોદરા : ધોરણ 10ના બોર્ડના પરિણામો આવી ગયા બાદ શાળાઓને પહોંચાડવામાં આવેલી વિદ્યાર્થીઓની માર્કશીટમાં અનેક શાળામાં વિદ્યાર્થીઓની માર્કશીટ મળી જ નથી.આ અંગે જીલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવતા માર્કશીટ શોધવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં કુલ 9 શાળાઓમાં 80 થી વધુ વિદ્યાર્થીઓની માર્કશીટ પહોંચી નથી.જે અંગે વાલીઓ તરમાજ શાળાઓ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ક્રમાંક પ્રમાણે શાળાઓને માર્કશીટ મોકલવાની હોય છે.

જેમાં 9 શાળાઓમાં કેટલાક વિદ્યાર્થીઓની માર્કશીટ પહોંચી નથી. જેમાં હિલ મેમોરિયલ શાળા ની 58 માર્કશીટ કારેલીબાગની સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે પહોંચી ગઈ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે વેબ મેમોરિયલ સ્કૂલની 1 માર્કશીટ,ઊર્મિ સ્કૂલની 1 માર્કશીટ,નૂતન વિદ્યાલયની 2 માર્કશીટ, રઘુકુળ વિદ્યાલયની 5 માર્કશીટ,એમઇએસ ગર્લ્સ સ્કૂલની 2 માર્કશીટ, SSV સ્કૂલની 13 માર્કશીટ,મહાત્મા ગાંધી વિદ્યાલયની 1 માર્કશીટ તેમજ બરોડા સ્કૂલ ONGCની એક માર્કશીટ હજી મળી નથી. આ તમામ શાળાઓની માર્કશીટ અન્ય શાળાઓમાં પહોંચી જવાના કિસ્સા સામે આવ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા કેન્દ્ર નંબરના આધારે બંચ તૈયાર કરીને માર્કશીટ મોકલવામાં આવતી હોય છે. ત્યારે આટલા મોટા છબરડાને કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે.

Most Popular

To Top