ગરબાડા, તા.24
આખા દેશભરમાં હાલમાં સરકાર દ્વારા સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે ત્યારે ગરબાડાથી જાંબુઆ રોડ પર કોલેજ અને મોટી શાળાઓ આવેલી છે અને ત્યાંથી દરરોજના સેકડો વાહનો અવર-જવર કરે છે ત્યારે આ માર્ગ મકાન વિભાગ ના રોડ પર મસ મોટો ખાડો ગટરના ગંદા પાણીનો રોડ વચ્ચે ખદખદી રહ્યો છે રહેણાંક વિસ્તારના લોકો ગંદુ પાણી રોડ પર છોડાતા આ ખાડામાં ગંદુ અને દુષિત પાણી ભરાઈ રહ્યું છે. સામાન્ય દુકાનદારો અને રહીશો આ દુર્ગંધ મારતાં પાણી થી ત્રાહિમામ પોકારી ગયા એક બાજુ સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે ગરબાડાની હાઈસ્કુલ, કોલેજના 2000 વિધાર્થીઓ આવા ગંદા પાણીમાંથી પસાર થઈને શાળાએ, કોલેજ જાય છે. દુષિત ગંદાં પાણીના કારણે અસહ્ય દુર્ગંધ પણ આવે છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સમસ્યાનો હલ ક્યારે લાવશે અને દુષિત પાણી રોડ પર કાઢવા વાળા પર શું કાર્યવાહી કરશે એક મોટો સવાલ છે.
વિદ્યાર્થીઓ ગંદા પાણીમાં થઈ શાળાએ જવા મજબૂર
By
Posted on