એક બાજુ રાજ્યમાં વરાસદ ખેંચાયો છે ત્યારે 15 ઓગસ્ટે માત્ર એક જ દિવસમાં ૧૦.૩ કરોડ યુનિટ્સ ખેડૂતોને પૂરા પડાયા છે. જે ગત વર્ષે અપાયેલા ૯.૩ કરોડ દૈનિક વીજળી યુનિટ્સ કરતા એક કરોડ યુનિટનો વધારો થયો છે.
ઊર્જા મંત્રી સોરભ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાયેલ હોવાથી ખેડૂતોનાં વાવેતરને બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને તારીખ ૦૭-૦૭-૨૦૨૧થી ૮ કલાકને બદલે ૧૦ કલાક વીજળી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. સામાન્ય સંજોગોમાં દૈનિક સરેરાશ સાડા છથી સાત કરોડ યુનિટ વીજળીનો ખેતીવાડી ક્ષેત્રે વપરાશ થાય છે.
રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમાં ધરખમ વધારો થયો છે. જેમાં તારીખ ૧૫-૦૮-૨૦૨૧નાં રોજ ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને ૧૦૩ મિલિયન યુનિટસ્ (૧૦.૩ કરોડ યુનિટસ્) વીજળી અપાઈ છે. જે ગત વર્ષે એટલેકે વર્ષ ૨૦૨૦-૨૧માં ખેડૂતોને અપાયેલી મહત્તમ દૈનિક વીજળીના ૯૩ મિલિયન યુનિટસ્ (૯.૩ કરોડ યુનિટસ્) કરતાં ૧૦ મિલિયન યુનિટસ્ વધારે છે એટલે કે એક કરોડ યુનિટનો વધારો થયો છે .