Gujarat

રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્ટ્રેચરના ભગવા રંગના કારણે વિવાદમાં આવી

સૌરાષ્ટ્ર: રાજકોટની (Rajkot) સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તેના દર્દી કે તેની સર્વિસ નહિં પણ સ્ટ્રેચરના (Stretcher) રંગના (Colour) કારણે ચર્ચામાં આવી છે. બે દિવસની અંદર ઈમરજન્સી વોર્ડમાં (Emergency ward) એક પછી એક સ્ટ્રેચરનો રંગ સફેદની જગ્યાએ બદલીને કેસરી કરી દેવામાં આવ્યો હતો.

  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વપરાતાં સ્ટ્રેચરને ભગવો કલર કરી દેવામાં આવતાં વિવાદ સર્જાયો
  • ઈમરજન્સી વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા સ્ટ્રેચરની ઓળખ માટે કલર બદલવામાં આવ્યો
  • હોસ્પિટલના ઓપીડીમાં સ્ટાફની ખૂબ અછત
  • ધટના સામે આવતા હોસ્પિટલના સ્ટ્રેચર પર સફેદ કલર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વપરાતાં સ્ટ્રેચરને ભગવો કલર કરી દેવામાં આવતાં વિવાદ સર્જાયો છે. આ અંગે ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણીએ જણાવ્યું હતું કે સ્ટ્રેચરનો કલર સફેદ હોવો જોઈએ, પરંતુ ઈમરજન્સી વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા સ્ટ્રેચરની ઓળખ માટે કલર બદલવામાં આવ્યો છે. જો કે આ ધટના સામે આવતા હોસ્પિટલના સ્ટ્રેચર પર સફેદ કલર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

હોસ્પિટલના ઓપીડીમાં સ્ટાફની ખૂબ અછત: ડો. અશ્વિન રામાણી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરની વાત વચ્ચે હોસ્પિટલના ઓપીડીમાં સ્ટાફની ખૂબ અછત છે તેવું  ડો. અશ્વિન રામાણીએ કહ્યું હતું. તેઓએ વધારામાં કહ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી. આ વાત કરતાં કરતાં તેઓ અકળાઈ ગયા હતા અને જણાવ્યું હતું કે હું આવ્યો ત્યારે 800 OPD હતી અને આજે 2700ની OPD છે છતાં સ્ટાફ હતો એટલો ને એટલો જ છે. તેમાં વધારો કરવામાં આવ્યો નથી. મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ આજે પણ રાજકોટ ઈમરજન્સી વિભાગમાં 3 મેડિકલ ઓફિસર, 3 પ્યૂન, 1 નર્સિંગ સ્ટાફ અને 1 ECG માટે ટેક્નિશિયન છે.

Most Popular

To Top