SURAT

સુરતમાં રખડતાં કૂતરાઓએ બચકાં ભરીને 6 બાળકોને લોહીલુહાણ કરી નાંખ્યા

સુરત (Surat) : માનદરવાજા વિસ્તારમાં રખડતા કૂતરાઓએ (Street Dogs) સોમવારે બપોરે આતંક (Terror) મચાવ્યો હતો. ઘરની બહાર રમી રહેલા તેમજ રસ્તા ઉપરથી પસાર થઇ રહેલા 3 થી 9 વર્ષની ઉંમરના 6 બાળકો (Kids) તેમજ એક મહિલા (Women) અને એક પુરૂષ (Man) મળી 8 જણાને કૂતરાઓએ બચકા (Dog Bite) ભર્યા હતા. તમામને સારવાર (Treatment) માટે નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) ટ્રોમા સેન્ટરમાં (Trauma Center) ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, બે ત્રણ દિવસ પહેલા પણ ભટાર વિસ્તારમાં ત્રણ કૂતરાઓએ એક મહિલાને બચકા ભરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

  • માનદરવાજા વિસ્તારમાં સોમવારે બપોરે રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો
  • 6 બાળકો ઉપરાંત 1 મહિલા અને 1 પુરુષને પણ કૂતરાં કરડ્યા
  • તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલમાં ખસેડાયા
  • રખડતા કૂતરાઓને ખસેડવા સ્થાનિક રહીશોની માંગણી

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર માનદરવાજા વિસ્તારમાં સોમવારે બપોરે બારથી સાડા બાર વાગ્યના સમયગાળામાં રખડતા કૂતરાઓએ નાના બાળકોને બચકા ભર્યા હતા. આ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ઘર બહાર રમી રહેલા 3 થી 9 વર્ષની ઉંમરના 6 બાળકોને કૂતરાઓ કરડી ખાતા તેમને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં તેમને સારવાર આપવામાં આવી હતી. 6 બાળકો ઉપરાંત એક મહિલા અને એક પુરૂષને પણ કૂતરાએ બચકા ભર્યા હતા. સ્થાનિક લોકોએ મનપા તંત્ર રખડતા કૂતરાઓને પકડી તેમને યોગ્ય સ્થળે ખસેડે તેવી માંગણી પણ કરી હતી. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારના લોકો ભયથી ફફડી ગયા છે.

ડોગ બાઇટથી ઇજાગ્રસ્તોના નામ
અરસાન સાદીક સૈયદ(ઉ.વ.૩), નીદા હાજીર શેખ (ઉ.વ.૯), દિલનાશ મુસીમ શેખ(ઉ.વ.૨), આયશા હનીફ શાહ(ઉ.વ.૭),અયાન કાદીર શેખ(ઉ.વ.૯), સુફિયાન નસરુદ્દીન (ઉ.વ.૯)ને કૂતરાઓએ બચકા ભર્યા હતા. જ્યારે ૩૫ વર્ષીય જયનાબી યાકુબ શાહ અને ૨૮ વર્ષીય એઝાઝ શેખ તેમજ અબ્દુલ્લા અંસારીને કૂતરાઓએ બચકા ભરતા ઇજા પહોંચી હતી.

Most Popular

To Top