Vadodara

હોસ્પિટલમાં રખડતા ઢોર ફરે છે તે જ ગંભીર બાબત છે : રંજન ઐયર

વડોદરા: વડોદરામાં એસ.એસ.જી હોસ્પિટલ મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ગણાતી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં એ સયાજીરાવની વડોદરા વાસીઓ માટે એક દેણ સમાન હોસ્પિટલ છે. એસ.એસ.જી હોસ્પિટલમાં આખા ગુજરાત માંથી દર્દીઓની ચોવીસ કલાક અવરજવર રહે છે. અનેક દર્દીઓ આ હોસ્પીટલમાં સારવાર લેવા માટે આવે છે. આ હોસ્પીટલમાં દરેક પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ થી ભરપુર છે. તે છતાં પણ આ હોસ્પિટલમાં સમસ્યાઓ જ સમસ્યાઓ છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં રોડ રસ્તા પર જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ ખાતી ગયોનો વિડીયો વાયરલ થતા જ ચર્ચાનો વિષય બન્યો હતો.

શહેરની સૌથી મોટી હોસ્પીટલમાં જે દર્દીઓ સારવાર લે છે તે દર્દીઓના બાયોમેડીકલ વેસ્ટ જાહેર રોડ રસ્તા પર નાખવામાં આવ્યો હોવાથી તે વેસ્ટ રખડતી ગયો ખાતી હોય તેવો વિડીયો વાયરલ થતા જ એસએસજી હોસ્પીટલની બેદરકારી છતી થવા જોવી મળી હતી. બાયોમેડીકલ વેસ્ટ જાહેર રોડ રસ્તા પર હોવાથી એસએસજી હોસ્પીટલમાં રખડતી ગાયો ખાતી હોય તે કેટલીક ગંભીર બેદકારી ગણાય તેના લીધે બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરવામાં એસ એસજી તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યો છે. જાહેર રોડ રસ્તા પર પડેલા બાયોમેડીકલ વેસ્ટની નિકાલ કરવાની જગ્યા પર રસ્તા પર પડેલા હોવાથી સયાજી હોસ્પીટલની બેદરકારી છતી થયેલી જોવા મળી છે. શું હોસ્પીટલનું તંત્ર જવાબદાર સામે પગલા લેશે ખરી કે પછી આંખ આડા કાન કરી રહ્યું છે.
જવાબદાર અધિકારી અને સિક્યુરીટી સામે કાયદેસરના પગલા લઈશું!
બાયોમેડીકલ વેસ્ટ અમે સામાન્ય દર્દીથી દુર બનાવેલું છે. પરંતુ જે રીતે વિડીયો વાયરલ થયો છે તે જોતા અમે જવાબદાર અધિકારી અને સિક્યુરીટીની પૂછતાછ કરીશું અને જવાબદાર સામે પગલા લઈશું. – રંજન ઐયર, SSG, સુપ્રિ.

Most Popular

To Top