Charchapatra

યુધ્ધ તત્કાળ બંધ કરો

રશિયા યુક્રેન યુધ્ધ ચાલુ થઈ ગયું છે.આજે બોમ્બવર્ષામાં એક સાથે સેંકડો-હજારો  માનવો મૃત્યુના મુખમાં હોમાઈ જાય છે.માનવ જાણે માનવતા ભૂલીને દાનવ બની ગયો છે.વિશ્વનો કોઈ પણ માનવી હોય, દેશ હોય,સહેજ થોભીને માનવતા અંગે વિચારે, માનવીય અભિગમ દાખવે તે આજ સમયની તાતી માંગ છે.જેઓ મૃત્યુ પામશે તેનાં સ્વજનોની હાય લાગ્યા વિના નહીં રહે. જેઓ બચી ગયાં છે પણ યુધ્ધથી તેમને થયેલું નુકસાન પણ કરુણા જન્માવે એવું હોય છે. એ તો એની ભીતરમાં ઊતરીએ ત્યારે જ સમજાશે. માટે કોઈ પણ દેશ હોય યુધ્ધ તત્કાલ બંધ કરો. વિશ્વવબંધુત્વની ભાવના કેળવો અને વિશ્વનો પ્રત્યેક માનવી શાંતિની કામના કરે. પ્રાર્થના કરે અને એ રીતે વિશ્વમાં શાંતિ ફેલાવવામાં યોગદાન આપે તે જરૂરી છે.
સુરત     – ‘શિવપ્રિયા’ .- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top