વડોદરા: રણોલી પાસે આઈપીસીએલ કંપનીના રોડ નજીક યાદવ ટ્રાન્સપોર્ટમાંથી ઓએનજીસીની ઓઈલ ચોરીના કૌભાંડમાં ઝડપાયેલા બંને આરોપીઓના કોિવડ ટેસ્ટ નેગેટીવ આવતા ધરપકડ કરીને આવતીકાલે કોર્ટમાં િરમાન્ડ અર્થે રજૂ કરવાની તજવિજ હાથ ધરાશે. ક્રુડઓઈલની કંપનીઓની સપ્લાય લાઈનોમાંથી બ્લેક ગોલ્ડ કાળુ સોનુ તફડાવવાનો માસ્ટર માઈન્ડ મનાતો અમરસિંહ રાઠોડ વર્ષોથી ગોરખધંધા આચરે છે. પાઈપલાઈનમાં ફુલ પ્રેસરથી પસાર થતા ઓઈલને એક તરફથી ગતિ પ્રવાહ તદ્દન ધીમો કરીને ગણતરીના સમયમાં વાલ્વ બેસાડી આપે તેવા ટેકનિકલ ઈસમો તેની ટોળકીમાં સામેલ હોવાથી ગુજરાતભરમાં કાળા સોનાને ચોરવાનો વેપલો ચાલુ રાખે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આશ્ચર્યજનક બાબત તો એ છે કે, પાઈપલાઈનમાં થોડું પણ પ્રેશર ઓછુ થાય તો અદ્યતન ઉપકરણો દ્વારા તુરંત અિધકારીઓને જાણ થઈ જાય છે છતાં તત્કાલ પગલા કેમ લેતા નથી ? ઓએનજીસીની લાઈન જયાંથી પસાર થાય છે તે વિસ્તારના ચોક્કસ કિલોમીટરમાં અવિરત પેટ્રોલીંગ ચાલુ હોય છે છતાં ઓઈલ માફિયાઓ તેમના મનસૂબા ખુલ્લેઆમ પાર પાડે છે તેથી શંકા ઉપજે છે કે, પેટ્રોલિંગ કરતાિસકયુરીટી કે કર્મચારીઓની ઓઈલ ચોર ટોળકી સાથે મજબુત સાંઠગાંઠ છે કે પછી તેમને પણ જાણકારી જ હોતી નથી.
કાળા સોનાના માફિયા કિંગ મનાતા અમરસિંહે બે વર્ષ પૂર્વે પણ હાલ જયાં પાઈપમાં પંકચર પાડીને લાઈન લીક કરી હતી તેના 100 મીટરના અંતરે જ વાલ્વ લીક કર્યા હતા. ત્યારે પણ અમરસિંહ હજારો લિટર ઓઈલ ચોરીના કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું સપાટી પર આવ્યું હતું. લાખો રૂિપયાના વાહનો નિષ્ણાંત ટેકનિકલ ભેજાબાજ સાગરીતોની ગેંગને દાવ પર લગાવનાર અમરસિંહ રાઠોડ ઉપર મજબુત રાજકિય પીઠબળ વગર લાખો રૂિપયાની ઓઈલ ચોરી શકય જ નથી.
એવી પણ આશંકા સેવાઈ રહી છે કે ટેન્કરમાં ચોરીનું ઓઈલ ભરવા અલાયદી ટાંકી સ્પેશિયલ બનાવવામાં આવી છે તો કેટલો મોટાપાયે ઓઈલચોરીનો કાળો કારોબાર ધમધમતો હશે.સરકારી તંત્ર અને કંપની સત્તાવાળાઓએ આવા માફિયાઓ માટે કડકમાં કડક કાનૂની પગલા અંગે છણાવટ કરીને કાર્યવાહી હાથ ધરવા જણાવવું જોઈએ. જોકે પોલીસ વારંવાર ઓઈલચોરોને પકડે છે. પરંતુ કાયદા કરતા મજબુત સાબિત થતા માફિયા સરળતાથી છૂટીને પાછા એ જ ગોરખધંધા આદરે છે.