મુંબઈ: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર (Share Market) લાલા નિશાન સાથે બંધ થયું હતું. વિશ્વભરના બજારોમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં નુકસાન સાથે બંધ થયા છે. નિફ્ટી 36 પોઈન્ટ ઘટીને 17856 પર અને સેન્સેક્સ 123 પોઈન્ટ ઘટીને 60682 પર બંધ રહ્યો હતો. મેટલ અને આઈટી શેર બજારના ઘટાડામાં સૌથી આગળ છે. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર લગભગ 4% અને HCL TECHનો શેર 2.6% ઘટીને બંધ થયો. જ્યારે ટાટા મોટર્સ અને યુપીએલના શેર 1.5% વધ્યા હતા.
બે દિવસથી ચાલી રહેલી તેજી બાદ શેરબજાર આજે ઘટાડો સાથે બંધ થયું હતું. આજે મેટલ અને એનર્જી શેરો બજારમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ બે દિવસના ઉછાળા બાદ આજે 123.52 પોઈન્ટ અથવા 0.20 ટકા ઘટીને 60,682.70 પર બંધ થયો હતો. કરોબારી વખતે ઇન્ડેક્સ 60,774.14 ની ઊંચી અને 60,501.74 ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. વ્યાપક NSE નિફ્ટી 36.95 પોઈન્ટ અથવા 0.21 ટકા ઘટીને 17,856.50 પર બંધ થયો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીએ પણ બજારના સેન્ટિમેન્ટને અસર કરી છે.
HCL ટેક સેન્સેક્સ ચાર્ટ પર 2.79 ટકા ઘટી હતી અને ત્યારબાદ ટાટા સ્ટીલ, ICICI બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ITC, વિપ્રો, ઇન્ફોસિસ અને M&Mમાં પણ ઘટાડો થયો હતો. જ્યારે ટાટા મોટર્સ, એલએન્ડટી, ભારતી એરટેલ, એચડીએફસી બેંક અને એસબીઆઈ જે 2.05 ટકા સુધી વધ્યા હતા. બ્રોડર માર્કેટમાં, BSE મિડકેપ ગેજ 0.04 ટકા વધ્યો, અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.48 ટકા વધ્યો હતો.
બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ નબળા વૈશ્વિક સંકેતો હતા. જેમાં યુએસ વાયદા બજારોની નરમાઈનો સમાવેશ થયો હતો. આ સિવાય RIL, TCS, ITC, HCL TECH જેવા હેવીવેઈટ શેરોમાં વેચવાલીથી પણ બજાર નીચે આવ્યું હતું. BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર, 3609 શેરોમાં ટ્રેડિંગ થયું હતું, જેમાંથી 1585 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. જ્યારે 156 શેર નીચલી સર્કિટમાં અથડાયા હતા. એક્સચેન્જમાં લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ રૂ. 268.12 લાખ કરોડનું થઈ ગયું છે.
એશિયાના અન્ય બજારોની વાત કરીએ તો શાંઘાઈ અને હોંગકોંગ પણ નુકસાન સાથે બંધ થયા હતા, જ્યારે ટોક્યો અને સિઓલ ગ્રીન નિશાન સાથે બંધ થયા હતા. યુરોપમાં ઇક્વિટી એક્સચેન્જો બપોરના સત્રમાં નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ઓવરનાઈટ સેશનમાં અમેરિકી બજારો નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયા હતા. શુક્રવારે રૂપિયો અમેરિકી ડોલર સામે 4 પૈસા તૂટીને 82.55 ના સ્તર પર બંધ થયો હતો.