Business

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના 44 કરોડના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, આ સેવાઓ બંધ..

નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના કરોડો બેંક ખાતાધારકોને મોટો ઝટકો આપ્યો છે. આવતીકાલે એટલે કે 23મી માર્ચે SBIની તમામ ઇન્ટરનેટ સેવાઓ (Internet Services) બંધ રહેશે. ચાલો અમે તમને જણાવીએ કે આવતીકાલે તમે કઈ સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં.

જો તમારું પણ SBI એકાઉન્ટ છે તો તમારા માટે ખરાબ સમાચાર છે. SBIએ તેના કરોડો બેંક ખાતાધારકોને મોટો ઝટકો આપ્યો છે. 23મી માર્ચે SBIની તમામ ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે. SBI ગ્રાહકો શિડ્યુલ એક્ટિવિટીના લીધે ઇન્ટરનેટ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં.

SBIએ તેની સત્તાવાર વેબસાઈટ પર આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે, દેશમાં SBIના 44 કરોડ ગ્રાહકો છે, જેઓ આનાથી પ્રભાવિત થશે. ચાલો અમે તમને જણાવીએ કે આવતીકાલે તમે કઈ સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં.

યોનો એપ સહિત અનેક સર્વિસ બંધ રહેશે
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર આવતીકાલે તા. 23 માર્ચે ઈન્ટરનેટ બેન્કિંગ એપ્લીકેશન YONO, YONO લાઈટ YONO બિઝનેસ સહિત તમામ એપ્લીકેશન એક કલાક માટે ડાઉન રહેશે. એટલે કે બંધ રહેશે. તે ખુલશે જ નહીં. આ સમયગાળા દરમિયાન કોઈ પણ ગ્રાહક ઈન્ટરનેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરી શકશે નહીં. ખરેખર ઈન્ટરનેટની સર્વિસ શિડયુલ એક્ટિવિટીના લીધે 23 માર્ચે 1.10 થી 2.10 વાગ્યા દરમિયાન બંધ રહેશે.

આ સર્વિસ ચાલુ રહેશે
સ્ટેટ બેન્કના ખાતાધારકો બેસિક સર્વિસ માટે કોઈ પણ પણ વોટ્સએપ બેન્કિંગ સર્વિસનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય, બેંકિંગ સંબંધિત કામ માટે SBI ટોલ ફ્રી નંબર 1800 1234 અને 1800 2100 પર કૉલ કરી શકશે. SBI કસ્ટમર કેરની સેવાઓ લઈ શકાશે.

આ સમય દરમિયાન પૈસાની જરૂર હોય તો ગ્રાહકો UPI દ્વારા પૈસાની લેવડદેવડ કરી શકે છે. ઉપરાંત ATMમાંથી પણ પૈસા ઉપાડી શકાશે. UPI Lite વપરાશકર્તાઓને લિંક કરેલ બેંક ખાતામાંથી નહીં પણ ‘ઓન-ડિવાઈસ’ વૉલેટનો ઉપયોગ કરીને વ્યવહારો કરી શકશે. તેનો અર્થ એ છે કે તમે બેંકમાં ગયા વિના ફક્ત વૉલેટનો ઉપયોગ કરીને શક્ય તેટલી વહેલી તકે ચુકવણી કરી શકશો. જો કે તમારે વોલેટમાં પૈસા ઉમેરવા પડશે.

Most Popular

To Top