Entertainment

સ્ટાર્સ જેમણે ક્વિન એલિઝાબેથ-ટુને પડદા પર જીવંત કર્યા

ફિલ્મ ઉદ્યોગમાં રહેલી કેટલીક જાણીતી અભિનેત્રીઓ દ્વારા બ્રિટનની રાણીને વર્ષો દરમિયાન અસંખ્ય વખત ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે. રાણી જેવાં પાત્ર પર આધારિત ઘણી ફિલ્મો અને ટીવી શ્રેણીઓ બની છે. અભિનેત્રીઓએ રાણીનું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીતી લીધું છે. સુપ્રસિદ્ધ હેલેન મિરેન, જેણે ફિલ્મ ‘ધ ક્વીન’માં બ્રિટિશ શાસકનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ ચિત્રાંકન કર્યું હતું, તે કોઈ શંકા વિના રાણીની ભૂમિકા નિભાવતાનાં ત્રણ વર્ષ પહેલાં હર મેજેસ્ટી દ્વારા નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

સ્ટીફન ફ્રિયર્સની ‘ધ ક્વીન’ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિનેત્રી હેલેન મિરેને રાણી એલિઝાબેથ-ટુની ભૂમિકા ભજવી હતી. મિરેનનો દોષરહિત અભિનય રાણીની પ્રાકૃતિક પ્રતિષ્ઠા અને સુઘડતાથી ભરપૂર છે અને તે એક માનવીનો પરિચય પણ કરાવે છે, જે વધુ પડતી થિયેટ્રિકલ નહીં, પરંતુ એકદમ વિશ્વાસપાત્ર વ્યક્તિ છે જે દર્શકોને આશ્ચર્યમાં મૂકે છે કે સાચી રાણી કોણ છે! શ્રીમતી ચાર્લ્સ અમારી સૂચિમાં એકમાત્ર અભિનેત્રી છે સંભવતઃ બ્રિટિશ રાણીની ભૂમિકા ભજવીને આજીવિકા કમાવી છે. તેણે અત્યાર સુધીની સૌથી વધુ ફિલ્મોમાં હર મેજેસ્ટીની ભૂમિકા ભજવી હોવાં બદલ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.

જીનેટ ચાર્લ્સ રાણી સાથે તેમનાં સામ્યતાં માટે જાણીતી છે, તેણે ઘણી વખત રાણી એલિઝાબેથનું ચિત્રણ કર્યું છે, જેમાં ‘ લોરિઓટ્સ ટેલિકેબિનેટ ‘ નામની મૂવીમાં તેની પ્રથમ અભિનય ભૂમિકાનો સમાવેશ થાય છે. ત્યાંથી, શ્રીમતી ચાર્લ્સ ‘ નેશનલ લેમ્પૂન્સ યુરોપિયન વેકેશન’ , ‘ ધ નેકેડ ગન: ફ્રોમ ધ ફાઇલ્સ ઓફ પોલીસ સ્ક્વોડ’ અને ટીવી મૂવી ‘ ધ ક્વીન સ્પેશિયલ’ જેવી ફિલ્મોમાં રાણીની ભૂમિકા ભજવી હતી. તેણે ‘ સેટરડે નાઈટ લાઈવ’ એપિસોડમાં ક્વીન એલિઝાબેથની ભૂમિકા પણ ભજવી હતી!

સારાહ ગેડોનને ઓછી જાણીતી બ્રિટિશ કોમેડી-ડ્રામા ‘ અ રોયલ નાઈટ આઉટ’માં પ્રિન્સેસ એલિઝાબેથનું પાત્ર ભજવવાની તક મળી હતી. આ ફિલ્મ હર હાઇનેસીસ પ્રિન્સેસ એલિઝાબેથ અને તેની આજ્ઞાકારી નાની બહેન પ્રિન્સેસ માર્ગારેટને અનુસરે છે કારણ કે તેઓ યુરોપમાં વિજય દિવસની એક રાત્રે આનંદ માટે બહાર જાય છે. મહત્વાકાંક્ષી રાણીનું શ્રીમતી ગેડોનનું ચિત્રણ તેણીને એક યુવાન, આવેગજન્ય છોકરી તરીકે દર્શાવે છે જે સ્વતંત્રતા, સાહસ અને પ્રેમ માટે ઝંખે છે પરંતુ તેના ખંભા પર રાષ્ટ્રનો ભાર પણ વહન કરે છે. ભાવિ રાણીનું આ એક દુર્લભ સિનેમેટિક ચિત્રણ છે.

‘ ધ ક્રાઉન’ની પ્રથમ બે સિઝનમાં જેમાં રાણીનાં જીવનનાં બે દાયકાથી વધુ સમય આવરી લેવામાં આવ્યો હતો, ક્લેર ફોયે રાણી એલિઝાબેથ II ની ભૂમિકા ભજવી હતી. ફિલિપ (મેટ સ્મિથ) સાથેનાં લગ્ન, વિન્સ્ટન ચર્ચિલનો વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ (જ્હોન લિથગો), ફિલિપનો અફવાયુક્ત અફેર અને પીટર ટાઉનસેન્ડ (વેનેસા કિર્બી) સાથે માર્ગારેટનો સંપર્ક સહિતનાં પ્રસંગો દરમિયાન રાણીનું ચિત્રણ ક્લેર ફોયે બખૂબી અદા કરી હતી! બ્રિટનનાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ-ટુની કથા પર ફિલ્મો તો હજી બનશે પણ સાચુકલી ફિલ્મનો ધી એન્ડ! – મુકેશ ઠક્કર

Most Popular

To Top