Charchapatra

શહેરના રસ્તાઓ ઉપર પથરાતા ડામરના લેયરો

શહેરના રોડ ઉપર આડેઘડ પથરાતા ડામરના લેયરોને કારણે રહેણાંક સોસાયટીઓના મકાનો/બંગલાઓની પ્લિીન્થ અસાધારણ રીતે નીચી જવાથી વરસાદી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. એટલું જ નહિ પણ મુખ્ય માર્ગો સહિત સોસાયટીઓના આંતરીક રસ્તાઓ ઉપરના ડ્રેનેજના ઢાંકણા નીચા-ખાડામાં જવાથી રસ્તાઓનું સમતલપણું જોખમી રીતે ખોરવાઈ રહ્યું છે. જ્યારે આજુબાજુના ફુટપાથ તથા વોટર ટેબલો પણ ગંભીર રીતે નીચા જવાથી હવે તે રસ્તાઓની લગભગ સમતલ બનતા ગયા છે.

પરીણામે આવા અનેક ડ્રેનેજના ઢાંકણાઓ વિગેરે ફરીથી કરોડોનો ખર્ચ કરી રીપેર કરવાની નૌબત આવી છે. અઠવાલાઈન્સ વિસ્તાર તેમજ આસપાસની સોસાયટીઓના માર્ગો ઉપર લગભગ ચાર ઈંચ (૪’)નું લેયર યુઘ્ધને ઘોરણે સુરત મહાનગર પાલીકાના અધિકારીઓની અમીદૃષ્ટિ સમા કોન્ટ્રાક્ટરો નિરંતર પાથરી રહ્યા છે. પરંતુ આવા માર્ગો કોટ વિસ્તારના અન્ય રસ્તાઓની સરખામણીમાં ઘણાં સારા કહી શકાય તેવા હતા જ, છતાં કોઈ અગમ્ય કારણોસર રાતોરાત આવા રસ્તાઓ ઉપર હોરમીક્ષના લેયરો પાથરી દેવાયા છે.

જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ સુરત મહાનગર પાલીકા કરશે, એટલું જ નહિ પણ હકીકતમાં નિયમમુજબ રસ્તાઓને પહેલાં તો સ્ક્રેપ કરવા જોઈએ, જેથી તેનું અસલ લેયર જળવાઈ રહે. જેનો અમલ ઘરાર કરવામાં આવતો નથી. આદર્શનગરની સોસાયટી સહિતની આસપાસની સોસાયટીઓમાં આંતરિક રસ્તાઓનું સ્તર સતત ઊંચુ આવતુ જતુ હોવાથી કેટલાક બંગ્લોઝમાં પ્રવેશવા માટેના પગથીયા (ડામરના લેયરમાં) ગાયબ થઈ ગયા છે અને તેમના બારણાઓનો હલડ્રાફ્ટ હવે રસ્તાની લેવલમાં આવી ગયા છે. જેથી કિંમતી મિલ્કતોને ભરપાઈ ન કરી શકાય તેવું નુક્શાન થઈ રહીયું છે. બીજી તરફ સૈયદપુરા-શાહપોરના માર્ગો કોઈ અકળ કારણસર રીપેર કરવામાં આવતા નથી. આ દિશામાં પ્રબુધ્ધ નાગરીકો જ નહિ પણ સુરત મહાનગર પાલીકાના વહિવટર્તાઓ સવેળાએ જાગે એવી અપેક્ષા છે.
સુરત     – જીમી ખરાદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top