સ્પેન: એટલાન્ટિક મહાસાગરમાં (Atlantic Ocean) આફ્રિકન તટ નજીક સ્થિત સ્પેનના (Spain) કેનેરી દ્વીપના કિનારે વૈજ્ઞાનિકોને (Scientist) 4 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું ‘ફ્લોટિંગ સોનું’ (Floating Gold) મળ્યું છે. કેનેરી ટાપુઓના કિનારે એક વિશાળ વ્હેલ (Whale) માછલીનું શવ મળી આવ્યુ હતું. જ્યારે વૈજ્ઞાનિકોએ તેને જોયું તો તેમને ખબર ન હતી કે તેના આંતરડાની અંદર અમૂલ્ય ખજાનો છુપાયેલો હોઈ શકે છે. જ્યારે વૈજ્ઞાનિકોએ આ વ્હેલ માછલીનું પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો. તેમને આંતરડાની અંદર વ્હેલની ઉલટી મળી છે જેને ‘ફ્લોટિંગ ગોલ્ડ’ કહેવામાં આવે છે.
એક વિશાળ વ્હેલ માછલી તટ પર મળી આવી હતી. જે બાદ વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તેમને અંદાજો પણ ન હતો કે ઓ વ્હેલ માછલીના પેટમાં તરતુ સોનું મળી આવશે. પરંતુ જ્યારે આ માછલીનુ પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યુ ત્યારે તેના આંતરડામાંથી એક પથ્થર જેવી ભારે વસ્તુ મળી આવી હતી. જેને જોઇને વૈજ્ઞાનિકોમને પહેલા લાગ્યુ કે તે માત્ર એક પ્રકારનો કચરો છે પરંતુ જ્યારે તેને ચકાસવામાં આવ્યુ ત્યારે જાણવા મળ્યુ કે આ કચરો નહિ પરંતુ મહાસાગરમાંથી પ્રાપ્ત થતુ એક પ્રકારનુ દુર્લભ સોનુ છે જેને ફ્લેટિંગ સોનુ તરીકે ઓળખવામાં આવે છે. જે ખૂબ જ દુર્લભ રીતે પ્રાપ્ત થાય છે.
તરતું સોનું 100માંથી માત્ર 1 વ્હેલમાં જોવા મળે
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે સમુદ્રની અંદર જોરદાર મોજા અને ભરતીના કારણે તેમને પોસ્ટમોર્ટમમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. યુનિવર્સિટી ઓફ લાસ પાલમાસના એનિમલ હેલ્થ એન્ડ ફૂડ સિક્યોરિટી ઈન્સ્ટિટ્યૂટના વડા એન્ટોનિયો ફર્નાન્ડીઝ રોડ્રિગ્ઝે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન તપાસ કરવામાં આવી તો એક ખૂબ જ સખત વસ્તુ અટકેલી જોવા મળી. તેનું વજન 9.5 કિલો હતું. વાસ્તવમાં તે વ્હેલની ઉલટી હતી. તે ખૂબ જ દુર્લભ છે. તેથી તેને તરતું સોનું કહેવામાં આવે છે. તેની દુર્લભતાને કારણે તેને ઘણીવાર ફ્લોટિંગ ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ મોંઘા અને ખાસ પરફ્યુમ બનાવવામાં થાય છે. એવું કહેવાય છે કે આ તરતું સોનું 100માંથી માત્ર 1 સ્પર્મ વ્હેલમાં જોવા મળે છે.
એમ્બરગ્રીસ- ઉપયોગ મોંઘા અને ખાસ પરફ્યુમ બનાવવા
વ્હેલની ઉલ્ટીનું રહસ્ય 19મી સદીમાં બહાર આવ્યું હતું. નિષ્ણાતોના મતે વ્હેલ માછલી મોટા પાયે સ્ક્વિડ અને કટલફિશ ખાય છે અને તેમાંથી મોટાભાગની માછલીઓ પચાવી શકાતી નથી. આ પછી વ્હેલ માછલી ઉલટી કરે છે. જો કે આ પછી પણ અમુક ભાગ વર્ષો સુધી વ્હેલની અંદર રહે છે. એમ્બરગ્રીસ આમાંથી બનાવવામાં આવે છે. તે ઘન, મીણ જેવું, જ્વલનશીલ પદાર્થ છે જે આછો રાખોડી અથવા કાળો રંગનો છે. તે ઘણી વખત બહાર પણ આવે છે અને દરિયામાં તરતા જોવા મળે છે. તેનો ઉપયોગ મોંઘા અને ખાસ બ્રાન્ડેડ પરફ્યુમ બનાવવામાં થાય છે.
શું છે એમ્બરગ્રીસ ?
તાજી એમ્બરગ્રીસ મળ જેવી ગંધ કરે છે. જો કે પછી ધીમે ધીમે તે માટી જેવું થવા લાગે છે. તેની મદદથી બનેલા પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી રહે છે. આ કારણોસર મોંઘી બ્રાન્ડ્સ તેનો ઉપયોગ કરે છે અને ભારે કિંમત ચૂકવવા તૈયાર છે. તેથી ઘણી વખત શિકારીઓ વ્હેલનો શિકાર પણ કરે છે. મળતી માહિતી મુજબ વૈજ્ઞાનિકો ઉલ્ટીના વેચાણમાંથી મળેલી રકમ લા પાલ્મા જ્વાળામુખીના પીડિતોને દાન કરશે.