નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના (South Korea) યાંગયાંગમાં રવિવારે હેલિકોપ્ટર (Helicopter) ક્રેશ (Crash) થતા પાંચ લોકોના મોત (Death) થયા હતા. યાંગયાંગમાં એક બૌદ્ધ મંદિર પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જણાવ્યું કે પીડિતોની ઓળખ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ શરૂઆતમાં માત્ર બે મૃત્યુની જાણ કરી હતી. પરંતુ ત્યાર બાદમાં પાંચ લોકોના મોત થયા હોવાની જાણ કરવામાં આવી હતી.
- જંગલમાં લાગેલી આગનું નિરિક્ષણ કરતી વખતે હેલિકોપ્ટર પહાડ સાથે અથડાયું
- પહાડ પર અથડાતા જ પાયલટ સહિત 4 જણાના મોત નિપજ્યા છે
- બચાવ કર્ય શરૂ કરવામાં આવ્યું હતું
આ દુર્ઘટનામાં સ્થળ પર હાજર અધિકારીઓએ 71 વર્ષીય પાયલટ અને 54 વર્ષીય મિકેનિકના મૃત્યુની પુષ્ટિ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે યાંગયાંગ, સોકચો અને ગોસેઓંગની સ્થાનિક સરકારો દ્વારા ભાડે લીધેલ એક S-58T હેલિકોપ્ટર જંગલમાં લાગેલી આગનું સર્વેક્ષણ કરતી વખતે લગભગ 10:50 વાગ્યે એક પહાડ પર તૂટી પડ્યું હતું.
યુએસ હેલિકોપ્ટર નિર્માતા સિકોર્સ્કી દ્વારા બનાવવામાં આવેલ હેલિકોપ્ટર ટુકડાઓમાં તૂટી ગયું હતું અને આગની જ્વાળાઓમાં વિસ્ફોટ થઈ હતી, પરંતુ આગ ફેલાઈ હોવાની શક્યતા નથી કારણ કે તે મોટાભાગે બુઝાઈ ગઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું.
એક ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે જોઈ શકીએ છીએ કે હેલિકોપ્ટરની અંદર બે મુસાફરોના મોત થયા હતા, પરંતુ તેમના સુધી પહોંચવું મુશ્કેલ હતું. આગ ઓલવવામાં આવી રહી હતી, ત્યાં વધારાના વિસ્ફોટની શક્યતા હતી.” એક હેલિકોપ્ટર, 28 સાધનો અને 114 કર્મચારીઓ પ્રથમ પ્રતિસાદકર્તાઓ સહિત, તૈનાત કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં પાંચ મૃત્યુ નોંધાયા છે.