Entertainment

સોનલ ચૌહાણ, ફિલ્મોથી વધારે અફેર્સ

સોનલ ચૌહાણ અત્યારે પોતાને કયા સ્થાને જોતી હશે તે ખબર નથી પણ એક વાત છે કે તેના અફેર્સ નીલ નિતિન મુકેશ, સિધ્ધાર્થ માલ્યા અને સલમાનના ભાઈ અરબાઝખાન સાથે રહ્યા છે. ઘણી અભિનેત્રીઓ ફિલ્મજગતમાં કદાચ અભિનયના બહાને રોમાન્સ કરવા જ આવે છે અને મેળ પડી જાય તો લગ્ન કરીને સેટ થઈ જાય છે. મિસ વર્લ્ડ ટૂરિઝમ 2005નો ખિતાબ જીતી ચુકેલી સોનલે ઈમરાન હાશ્મી સાથે ‘જન્નત’થી શરૂઆત કરેલી અને હવે ‘આદિપુરુષ’માં આવી રહી છે. તે બ્યુટીફૂલ છે એટલે જ કદાચ સેન્સેશન પણ બને છે.

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં જન્મેલી સોનલે બુલંદી પર રહેવું છે પણ ઈમરાન સાથે શરૂઆત થાય તો વધારે આશા રાખવી નહીં મહેશ ભટ્ટ સામાન્યપણે એવી અભિનેત્રીને તક આપતા હતાકે જે બ્યુટીફૂલ હોય પણ વધારે તક ન મળતી હોય. સોનલને ફિલ્મોથી વધુ ટી.વી. જાહેરાત અને મ્યુઝિક આલબમમાં કામ મળતું હતું. હિમેશ રેશમીયાના વિડીયો આલબમ ‘આપ કા સુરુર…’માં સોનલ જ હતી. તેણે અનેક પ્રકારની ફિલ્મોમાં કામ કરવું છે પણ સામે એ પ્રકારોના નિર્માતાઓને પણ તો લાગવું જોઈએને!

હિન્દીમાં તક ઓછી મળી એટલે તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા લાગી અને તેનું કહેવું છે કે બસ, ભાષા જુદી છે બાકી કામમાં ફરક નથી. ‘જન્નત’ પછી તરત તેલુગુની ‘રેઈનબો’ અને કન્નડની ‘ચેલુવેયે નીન્ને નોડીલુ’માં કામ કર્યું અને પછી અમિતાભ સાથેની ‘બુઢા હોગા તેરા બાપ’ અને નિતિન મુકેશ સાથેની ‘3જી’માં આવી, પછી વળી તેલુગુની ચાર ફિલ્મોમાં કામ કર્યું એ કોઈ એક ભાષાની ફિલ્મમાં સ્થિર રહી શકી નથી. કારણ કે જે ભાષામાં ફિલ્મ મળે તે તરફ દોડવું પડે. એવામાં તેને જે.પી. દત્તાની ‘પલટન’ મળી. જો કે તેનાં કળાકારોની પલટન હતી એટલે થવો જોઈએ તેવો લાભ ન થયો. ‘જેક એન્ડ જીલ’માં તે અમીત સાધની હીરોઈન હતી તો કોની નજરે ચઢે?

ખેર! સોનલની જર્ની ચાલુ છે. ‘આદિપુરુષ’ માટે તે ઘણી ઉત્સાહીત છે. જોકે એ ફિલ્મ વિશે નકારાત્મક ટિપ્પણી સંભળાવા લાગી છે તેથી ચિંતા પણ છે. પરંતુ તે હારે તેવી નથી. હમણાં તે ‘લુઝી’નામની ઇંગ્લિશ ફિલ્મ પણ કરી રહી છે જેમાં તો રોબર્ટ રિચાર્ડ સાથે આવશે. તેણે વેબસિરીઝમાં કામ નથી કરવું. હા, ચારેક વર્ષ પહેલાં ‘સ્કાયફાયર’ નામની સાય-ફાઈ ટી.વી. શ્રેણીમાં તે પ્રતિક બબ્બર સાથે આવી હતી પણ પછી સ્મોલ સ્ક્રિનથી દૂર રહી છે. તેનું લક્ષ્યાંક ઊંચુ છે પણ પાર પડે ત્યારે. મૂળ તે રાજપૂત છે એટલે લક્ષ્યાંક તો ઊંચા જ રાખે ને!

Most Popular

To Top