Business

તમારા સાથીને અદભુત સેક્સનો અનુભવ કરાવવા માટે કેટલાક ઉપયોગી સૂચનો

ભગવાને માનવજાતને આપેલી સૌથી મહાન ભેટ સ્ત્રીની દેહરચના એ પૃથ્વી પરની સૌથી સુંદર રચના છે. જો કે કમનસીબે મોટાભાગના પુરુષો  તેની સુંદરતાથી સંપૂર્ણ રીતે માહિતગાર નથી. ખરેખર તો વર્ષોનો અનુભવ ધરાવતા પ્રેમીઓ પણ દર વખતે મહિલાઓ માટે હંમેશા નવા ઉત્તેજક બિંદુઓ અને નવા કામોદ્દીપક અંગો તથા સ્પર્શની નવી રીતો શોધી તેમનામાં વધુ કામાવેગ ઉત્પન્ન કરી શકે છે. સેક્સમાં ખરેખર કોઈ મર્યાદા નથી હોતી, તે અમર્યાદિત છે અને તેથી જ આપણને તેમાંથી પ્રચુર આનંદ મળે છે. તેમાં દર વખતે કંઈક નવું હોય છે જેમાં મહારત હાંસલ કરવાની બાબત આપણામાં નવો ઉત્સાહ જન્માવે છે, જેમ કે નવી સાહસિક પોઝિશન અથવા તો સંતોષપ્રદ ગતિ વગેરે. મહિલાઓને મહત્તમ આનંદ મળે તે માટે એકથી વધુ વખત ચરમસીમાની પણ શક્યતાઓ રહેલી હોય છે.

તમારા મહિલા પાર્ટનરને કેવી રીતે મહત્તમ આનંદ મળી રહે તે માટે તમારે સૌથી પહેલા કઈ જગ્યાએ સ્પર્શ કરવો જોઈએ તે જાણવું જરૂરી છે. મહિલાઓના શરીરના કેટલાંક ચોક્કસ અંગો જાણે કે તે પુરુષો માટે જ સર્જાયા હોય તેમ તે સેક્સ દરમિયાન વધુ પડતાં સંવેદનશીલ બની જાય છે જેને મહિલાઓના કામોદ્દિપક ઝોન કહેવાય છે. આમ છતાં મોટાભાગના પુરુષો સ્તન, નિપલઓ તથા યોનિને જ સૌથી વધુ ઉત્તેજિત અંગો માની લે છે. મહિલાના શરીરમાં આનંદોત્તેજક સ્પર્શબિંદુઓ શોધવા મથતાં પુરુષો માટે અહીં કેટલાક ઉપયોગી સૂચનો અપાયા છે.

જો તમે કામક્રીડાની મહત્તમ મજા માણી તમારા મહિલા પાર્ટનરને ખુશ કરવા માગતા હોવ તો તેના કામોદ્દિપક અંગોને ઉત્તેજિત કરી તેના શરીરને યોગ્ય મહત્ત્વ આપવાની સાથે સાથે જ તેની પુરતી કાળજી લો. તમારી જાતને માત્ર સ્તન કે જનનાંગો પુરતી મર્યાદિત ના રાખો. આ ઉપરાંત એ વાત ખાસ યાદ રાખવાની છે કે દરેક મહિલાનું શરીર અલગ હોય છે, આથી એક મહિલા માટે જે અંગ કામોદ્દીપક હોય તે અન્ય મહિલા માટે ના હોય તેમ પણ બને.

1- કાનની બૂટ

શું તમે જાણો છો કે કાનનો સૌથી સેક્સી ભાગ તેની બૂટ છે? કાનની ઉત્તેજન ક્ષમતાનો મહત્તમ લાભ લેવા માટે તમારા પાર્ટનરના કાનની ધારને આંગળીઓ વડે પંપાળો. આમ કરવાથી કાનની અંદરની ચેતાગ્રંથિઓ ઉત્તેજિત થાય છે અને તેનાથી મહિલાઓના ચરમસુખની અનુભૂતિ થાય છે.

2- ગરદન

ગરદન એ મહિલાનો સૌથી સંવેદનશીલ ઉત્તેજક ભાગ છે, અને તેનો લાભ એ છે કે નિર્વસ્ત્ર થયા વગર પણ તેને બહેલાવી શકાય છે. એનો અર્થ એ થાય કે કાનની બૂટ તથા હોઠની જેમ જ તમે પાર્ટનરને આ અંગોના મર્દન દ્વારા સેક્સ માટે તૈયાર કરી શકો છો. ખરેખર તો મહિલાઓ તેમના સૌથી ઉત્તેજિત અંગ તરીકે   સ્તન અને નિપલ કરતાં ગરદનને વધુ મહત્વ આપે છે.  હોઠ અને ગરદનને બહેલાવવાથી ઉત્તેજનામાં અનેકગણો વધારો થાય છે. શરૂઆત ગરદનની સાઈડમાંથી કરો, ત્યાં ચુંબન કરો અને આંગળીઓથી તેને પંપાળો. આ ભાગની ત્વચા અત્યંત સંવેદનશીલ હોય છે આથી ત્યાં અત્યંત હળવેકથી હાથ ફેરવો. ખરેખર તો તમારા શ્વાસની ગરમીથી જ આ ભાગ ઉત્તેજિત બની જાય છે.

3- નિતંબ

સેક્સની શરૂઆત પગ કે સ્તનના ઉપરછલ્લા સ્પર્શથી શરૂ થઈ તરત જ યોનિપ્રવેશથી ના થાય તે મહિલાઓ માટે વિશેષ મહત્વનું છે. મોટાભાગના પુરુષો તેમાના પાર્ટનરની કાનની બૂટને સ્પર્શ કરવા અંગે ખાસ દરકાર નથી કરતાં, પરંતુ મહિલાઓ માટે આ તમામ ક્રિયાઓ અત્યંત જરૂરી અને મહત્વની છે જે તેઓ જાતીય સુખની પરાકાષ્ઠાએ કેટલી સરળતાથી પહોંચશે તે નક્કી કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નિતંબને પંપાળો. પુરુષોની કલ્પનાઓમાં દેખાતો અને આકર્ષતો આ સૌથી મહત્વનો ભાગ છે. અહીં દબાણની ચિંતા ના કરો, કારણ કે તે સંવેદનશીલ હોવા છતાં સ્નાયુબદ્ધ છે અહીં ચૂંટલી ખણશો તો પણ તમારો પાર્ટનર હસતા મોઢે સ્વીકારશે. તમારા પાર્ટનરને આ ભાગે કેવો સ્પર્શ પસંદ છે તે પૂછીને આગળ વધો.

4- મસ્તિષ્ક

વાળ કપાવતી વખતે અથવા તો હેર મસાજ વખતે જ્યારે હેર સ્ટાઇલિસ્ટ વાળ કે માથાની ત્વચાને સ્પર્શ કરે છે ત્યારે એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. તે ઉત્તેજક પણ બની શકે છે. ભલે થોડું વિચિત્ર જણાય પરંતુ ઘણી મહિલાઓના વાળમાં હાથ ફેરવવાથી તેમને ઉત્તેજનાનો અનુભવ થાય છે. તેનું કારણ તેમના માથાની ત્વચામાં રહેલા જ્ઞાનતંતુઓ ઉત્તેજનામાં વધારો કરે છે. તમારા પાર્ટનરના વાળમાં આંગળીઓ ફેરવો, તેના માથાની ત્વચામાં હળવેકથી મસાજ કરો.

5- ઘૂંટણની પાછળ

મહિલાના શરીરનો આ ભાગ પણ ઉત્તેજના પેદા કરી શકે તે જાણીને ઘણાં લોકોને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. મહિલાના શરીરની આ એક એવી જગ્યા છે જે મોટાભાગે વણસ્પર્શી રહે છે. આ ભાગમાં કરાયેલા પ્રેમાળ સ્પર્શથી મહિલાઓને વિશેષ આનંદ મળે છે. મહિલાઓના ઘૂંટણની પાછળના ભાગેથી લઈને નિતંબ સુધી સ્પર્શ કરવાથી તમે તેને વધુ ઉત્તેજિત કરી શકો છો. તેને આ ભાગે હળવેકથી મસાજ કરો.

6- નિતંબના અંદરના ભાગને થપથપાવો

તમારું કામ કઈ સ્થિતિ અને ક્રિયાથી તમારા પાર્ટનરને જાતિય સુખની ચરમસીમાનો આનંદ મળે છે તે સુનિશ્ચિત કરવાનો છે, અને તે માટે તમારે તેની તરફ પુરતું ધ્યાન આપવું જરૂરી છે. તેના વિવિધ અંગોને કરાતા તમારા સ્પર્શનો તે કેવો પ્રતિસાદ આપે છે તે જુઓ. તેને કયા સ્પર્શમાં વધુ મજા આવી તે જાણો. દરેક વ્યક્તિ અન્યથી અલગ હોય છે અને તેની મજા માણવાની રીત અલગ હોય છે તે હંમેશા મનમાં રાખો. જો તમારા પાર્ટનરને તમારી કોઈ ક્રિયા કે સ્પર્શ ના ગમતો હોય તો દુખી ના થાવ. તમે અન્ય કોઈ ક્રિયા અજમાવી શકો છો અથવા તો તેને જેમાં વધુ મજા આવતી હોય તે રીત અજમાવી શકો છો.

Most Popular

To Top