વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સમગ્ર વિશ્વમાં જાણીતા છે પરંતુ શું તમે તેમની દીકરી (Daughter) વિશે જાણો છો? એટલે કે મોદીજીકી બેટી વિશે.. જો ન જાણતા હો તો અમે તમને મોદીજીની દીકરી સાથે મેળવીશું. અહીં વાત છે મોદીજી કી બેટી ફિલ્મની. ‘મોદીજી કી બેટી’ ફિલ્મ સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રેન્ડ કરી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે લોકો માટે તેનું ટાઈટલ ચર્ચાનો વિષય રહ્યો છે. આ ફિલ્મ (Film) નામના કારણે લાંબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મ 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વમાં જાણીતા છે પરંતુ શું તમે તેમની દીકરી વિશે જાણો છો?
- ‘મોદીજી કી બેટી’ ફિલ્મ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે
- ફિલ્મ 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે
મોદીજી કી બેટી.. આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક સંઘર્ષ કરતી અભિનેત્રી છે જેને મીડિયા લાઇમલાઇટમાં લાવે છે અને તેને ‘મોદીજી કી બેટી’માં બનાવી દે છે. બીજી બાજુ બે મૂર્ખ આતંકવાદીઓ તેને મોદીજીની પુત્રી માનીને તેનું અપહરણ કરે છે. અભિનેત્રીના અપહરણ બાદ ફિલ્મ અલગ વળાંક લે છે. તેમજ અપહરણકર્તાઓ અભિનેત્રીથી નારાજ થઈ જાય છે. આ ટ્રેલરમાં પણ અપહરણકર્તાઓ આખા ભારતને કંટ્રોલ કરવા માંગે છે અને મોદીજીની પુત્રીના બદલામાં કાશ્મીર માંગવાનો પ્લાન બનાવે છે. પરંતુ કસાબની જેમ પ્રખ્યાત થવાના ચક્કરમાં આતંકવાદીઓ તેમની જ જાળમાં ફસાઈ જાય છે.
આ ફિલ્મ 14 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે. આ ફિલ્મમાં પિતોબશ ત્રિપાઠી, વિક્રમ કોચર, અવની મોદી અને તરુણ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. #ModiJiKiBetiTrailer ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. જ્યારે કમેન્ટ સેક્શનમાં એક યુઝરે કહ્યું, ‘દેખના તો બનતા હૈ’.. કેટલાક યુઝરે લખ્યું છે કે મોદીજીએ લગ્ન જ નથી કર્યા તો તેમની દિકરી ક્યાંથી આવી? તો એક યુઝરે સવાલ કર્યો કે શું મોદીજીના લગ્ન થઈ ગયા? જે પણ કહો પરંતુ આ ફિલ્મ પોતાના નામને કારણે ફેમસ થઈ રહી છે અને સિનેમાઘરોમાં સારી સંખ્યા લઈ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.