Entertainment

જાણો રાજુ શ્રીવાસ્તવની દીકરીને એપીજે અબ્દુલ કલામે આ કારણથી સન્માનિત કરી હતી

મુંબઈ: કોમેડિયન (Comedian) રાજુ શ્રીવાસ્તવના (Raju Srivastav) નિધનથી તેના તમામ ચાહકો દુખી છે. રાજુની વિદાયથી દરેકનું હૃદય ભારે છે અને આંખો ભીની છે. લાંબી માંદગી બાદ રાજુ શ્રીવાસ્તવે 58 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી કોમેડી જગતમાં મૌન છવાઈ ગયું છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પોતાની કોમેડીથી લોકોને હસાવવામાં એક્સપર્ટ હતા. પરંતુ તેઓ એટલા પાછળ હતા તેમના પરિવારની ઓળખ કરાવવામાં તેઓ ભાગ્યે જ કોઈ સોશિયલ મીડિયા (Social Media) પર પરિવાર સાથે ફોટો કે વીડિયો શેર કરતા.

કોમિડિની દુનિયામાં રાજુ શ્રીવાસ્તવના રૂપમાં એક તેજસ્વી કોમેડિયન ગુમાવ્યો છે, જેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. સામાન્ય કાનપુરિયા બોલીમાં પોતાના લોકો સાથે વાતચીત કરીને દિલ જીતવાની કળા રાજુ શ્રીવાસ્તવમાં હતી જે હવે ભાગ્યે જ જોવા મળશે. 58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવના નિધનથી પરિવાર અને ચાહકો આઘાતમાં છે. રાજુના પરિવારમાં પત્ની શિખા શ્રીવાસ્તવ અને તેમના બે બાળકો છે.

રાજુને પાંચ ભાઈ અને એક બહેન છે
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના પરિવારમાં પત્ની શિખા શ્રીવાસ્તવ અને બે બાળકો છે. તેમને એક પુત્ર આયુષ્માન અને એક પુત્રી અંતરા છે. દીકરી અંતરા આસિસ્ટન્ટ ડિરેક્ટર છે અને ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે. અંતરાના ઇસ્ટા પર 28.4(k) ફોલોઅર્સ છે. પુત્ર આયુષ્માન ફિલ્મ લાઇન સાથે જોડાયેલો છે. રાજુ શ્રીવાસ્તવ તેમના બાળકો સાથે ખૂબ જ ફ્રેન્ડલી હતા. રાજુના પરિવારમાં પાંચ ભાઈ અને એક બહેન છે.

અબ્દુલ કલામે રાજુની પુત્રીનું સન્માન કર્યું હતું
રાજુની પુત્રી અંતરા શ્રીવાસ્તવને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા નેશનલ બ્રેવરી (બહાદુરી) એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. 2005માં જ્યારે રાજુના ઘરમાં ચોર ઘૂસ્યા ત્યારે અંતરાએ બુદ્ધિમત્તા અને હિંમત બતાવીને ચોરોને જેલમાં મોકલી દીધા હતા.

ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ દ્વારા ઓળખ થઈ
રાજુનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં થયો હતો. તે મધ્યમ વર્ગીય પરિવારમાંથી હતો. તેમના પિતા રમેશચંદ્ર શ્રીવાસ્તવ મૂળ કવિ હતા. માતાનું નામ સરસ્વતી શ્રીવાસ્તવ હતું. રાજુને પ્રેમથી ગજોધર ભૈયા પણ કહેતા હતા. વાસ્તવમાં, રાજુ ઘણીવાર ગજોધર ભૈયાની રમૂજમાં ચર્ચા કરતો હતો. રાજુને તેના જીવનમાં સખત સંઘર્ષ પછી સફળતા મળી.

તે નાનપણથી જ કોમેડિયન બનવા માંગતો હતો. રાજુએ તેઝાબ, આમ્યા અથની ઘરચા રૂપૈયા, બોમ્બે ટુ ગોવા, બાઝીગર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રાજુની અસલી ઓળખ કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જે આપી હતી. રાજુ શ્રીવાસ્તવ સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની મિમિક્રી માટે જાણીતા હતા. રાજુએ પોતાના કરિયરમાં એક્ટિંગ, કોમેડી, પોલિટિક્સ પણ કર્યું અને તમામમાં હિટ રહ્યા. ફિલ્મ જગતની સાથે સાથે રાજકીય જગતમાંથી પર રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

રાજુના અંતિમ સંસ્કાર ક્યારે થશે?
રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 9.30 વાગ્યે દિલ્હીમાં કરવામાં આવશે. તેના માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મનપસંદ કલાકારને અંતિમ વિદાય આપવા માટે ઘણી જાણીતી હસ્તીઓ દિલ્હી આવશે તેવી અપેક્ષા છે.

Most Popular

To Top