Charchapatra

તો ચૂંટણી બાદ વડા પ્રધાનનો ચહેરો બદલાઈ શકે?

જો કે મને એક બાબત નથી સમજાતી કે આજકાલ રાજકીય વિશ્લેષકો અને એકઝીટ પોલવાળા જેટલા સક્રિય છે એનાથી ચોથા ભાગના પણ જયોતિષીઓ ચૂંટણીના મેદાનમાં સક્રિય નથી. આમ કેમ? મેં આ અંગે મારા એક  મિત્ર જે જ્યોતિષી છે ,એને જ આ સવાલ કર્યો ( જે રાજકીય બાબતોથી દૂર રહે છે) તેણે  કહ્યું કે સંસદસભ્યો અને પ્રધાનો જ નહિ, પણ જ્યોતિષીઓ પણ મોદી સરથી ડરે છે. એટલે આગાહી કરવાનું ટાળે છે.મને આ જવાબમાં ગંભીરતા નહિ, પણ રમૂજનાં દર્શન થયાં.જો કે પક્ષ માટે મોદી સરે જ કેટલીક ગાઈડલાઈન નકકી કરી છે.જેને લોકોએ સ્વીકૃત પણ કરી છે.અલબત્ત, આનું સો ટકા પાલન નથી થઇ શકયું એ એક જુદી બાબત છે.

જેમ કે ટીકીટ વહેંચણીમાં સગાંવાદને ટાળવો, એકના એક ઉમેદવારને રીપીટ ના કરવો અને ઉંમરના પંચોતેરમા  વર્ષે નિવૃત્તિની દિશા બતાવવી વગેરે.જેમકે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલનું ઉંમરના આ પડાવ પર રાજીનામું. જો કે અચાનક રાજીનામા પાછળ પાટીદાર અનામત આંદોલન પણ એમાં કારણભૂત હતું.એમ ઘણા માને છે.પણ એ વાત કોરાણે મૂકી વિચારીએ તો ચૂંટણીનાં બે વર્ષ બાદ વડા પ્રધાન પણ પંચોતેરના પડાવ પર આવશે. જો કોઈ મોટી નવાજૂની ન થાય તો બીજેપી જ બહુમતિ પ્રાપ્ત કરશે.તો બે વર્ષ બાદ મોદી સર પછી વડા પ્રધાનનો ચહેરો બદલાશે ખરો?
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top