Gujarat

અમદાવાદ એરપોર્ટ વિદેશી ચલણી નોટોની દાણચોરીનું કેન્દ્ર બન્યું

અમદાવાદઃ અમદાવાદના એરપોર્ટ પર હમણાં વિદેશી ચલણી નોટોની દાણચોરી વધી જવા પામી છે.ઉત્તરાયણ પર્વ દરમ્યાન અમદાવાદના એરપોર્ટ પરથી 42 લાખની વિદેશી ચલણી નોટો મલી આવતા તે કસ્ટમ્સના ઈન્ટેલીજન્સ અધિકારીઓની ટીમે જપ્ત કરી લીધી છે. એક પ્રવાસી અમદાવાદથી બેંગકોક જી રહયો હતો ત્યારે તેના સામાનમાંથી 42 લાખની વિદેશી ચલણી નોટો મલી આવી હતી.

  • 42 લાખની વિદેશી ચલણી નોટો કસ્ટમ્સ અધિકારીઓએ જપ્ત કરી
  • એકજ સપ્તાહમાં 85 લાખનું ભારતીય મૂલ્ય ધરાવતી વિદેશી ચલણી નોટો કસ્ટમ્સના અધિકારીઓની ટીમે જપ્ત કરી

કસ્ટમ્સના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે અમદાવાદથી બેગકોક ઝઈ રહયો હતો ત્યારે તેની બેગોની ચકાસણી કરતાં તેમાંથી વિદેશી ચલણી નોટો મળી આવી હતી. જેમાં 8.91 લાખના યુએસ ડોલર , 12.73 લાખના પાઉન્ડ અને 20.42 લાખના પાઉન્ડ સાથે કૂલ 1172 જેટલી વિદેશી તલણી નોટો મળી આવી હતી. આ તમામ વિદેશી ચલણી નોટોનું ભારતીય મૂલ્ય 42 લાખ થવા જાય છે.પ્રવાસીઓ કસ્ટમ્સ સત્તાવાળાઓ સમક્ષ પોતાની પાસે બેગમાં વિદેશી ચલણી નોટો હોવાની કઈ જાહેરાત કરી નહોતી.

અગાઉ ગત તા.12મી જાન્યુના રોજ અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાની મથકેથી કસ્ટસ્મના અધિકારીઓની ટીમે બે જુદા જુદા પ્રવાસીઓને અટકાયતમાં લઈને તેઓની પાસેથી 43 લાખની ચલણી નોટો તથા 44 લાખનું દાણચોરીનું સોનું પણ જપ્ત કરી લીધુ હતું.

કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલા એક પ્રવાસીને અટકાયતમાં લઈને તેની પાસેથી 32 લાખની વિદેશી ચલણી નોટો જપ્ત કરી હતી.જેમાં 30 લાખના પાઉન્ડ તથા 1.20 લાખના ઓસ્ટ્રિલિયન ડોલર પણ જપ્ત કરી લીધા હતા.

જયારે અન્ય બીજા કેસમાં અમદાવાદથી બેંગકોક જઈ રહેલા પ્રવાસી પાસેથી 11.64 લાખની વિદેશી ચલણી નોટો મળી આવતા તે જપ્ત કરી લેવામાં આવી હતી. જેમાં 5.77 લાખના પાઉન્ડ , 3.47 લાખના યુરો અને 2.40 લાખના ઓસ્ટ્રિલિયન ડોલર મળી આવતા તે જપ્ત કરી લેવામા આવ્યા હતા.

અન્ય ત્રીજા કેસમાં કુઆલાલમ્પુરથી અમદાવાદ આવેલા એક પ્રવાસીના બેગમાંથી સોનાનું બિસ્કિટ મળી આવતા તે જપ્ત કરી લીધુ હતું. જેનું વજન 310.12 ગ્રામ જેટલુ થવા જાય છે. આ સોનાના બિસ્કિટની કિંમત 44.05 લાખ થવા જાય છે. આ ત્રણેય પ્રવાસીની અટકાયત કરીને સધન પુછપરછ કરાઈ રહી છે. આમ એકજ સપ્તાહમાં 85 લાખનું ભારતીય મૂલ્ય ધરાવતી વિદેશી ચલણી નોટો કસ્ટમ્સ અધિકારીઓની ટીમે જપ્ત કરી લીધી છે.

Most Popular

To Top