દુબઇ, તા. 19 (પીટીઆઇ) : ભારતીય મહિલા ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને બુધવારે 2021માં ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી-20માં પ્રભાવક પ્રદર્શન કરવા બદલ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ની વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ટી-20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આઇસીસીની વર્ષની સર્વશ્રેષ્ઠ પુરૂષ ટી-20 ટીમમાં એકેય ભારતીયનો સમાવેશ નથી થયો, આમ મહિલા અને પુરૂષ બંને ટીમને ધ્યાને લેતા તેમાં એકમાત્ર ભારતીય તરીકે સ્મૃતિ મંધાનાને જ સ્થાન મળ્યું છે. 2021માં મંધાના ટી-20માં 31.87ની એવરેજથી 255 રન બનાવી ભારતની ટોપ સ્કોરર રહી હતી.
મહિલા ટીમમાં ઇંગ્લેન્ડની ઘણી ખેલાડીને સ્થાન મળ્યું છે અને તેમાં નેટ સ્કિવરને ટીમની કેપ્ટન બનાવાઇ છે. પુરૂષ ટીમમાં પાકિસ્તાનનના ત્રણ ખેલાડીને સ્થાન મળ્યું છે અને તેમાંથી બાબર આઝમને ટીમનો કેપ્ટન બનાવાયો છે. તેના સિવાય મહંમદ રિઝવાન અને શાહિન આફ્રિદીનો સમાવેશ થયો છે.
આઇસીસી મહિલા ટી-20 ટીમ ઓફ ધ યર : સ્મૃતિ મંધાના, ટેમી બ્યુમોન્ટ, ડેનિયેલા વ્યાટ, ગેબી લુઇસ, નેટ સ્કિવર (કેપ્ટન), એમી જોન્સ, લૌરા વુલવાર્ટ, મરેજેન કેપ, સોફી એક્લેસ્ટોન, લોરિન ફિરી, શબનીમ ઇસ્માઇલ.
આઇસીસી પુરૂષ ટી-20 ટીમ ઓફ ધ યર : જોસ બટલર, મહંમદ રિઝવાન, બાબર આઝમ (કેપ્ટન), એડન માર્કરમ, મિચેલ માર્શ, ડેવિડ મિલર, તબરેઝ શમ્સી, જોશ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા, મુસ્તફિઝુર રહેમાન અને શાહિન આફ્રિ